• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

રાજકોટના ‘િવરાસતથી વિકાસ’ લોકમેળામાં ઉમટયો લોકસાગર

આઠમની રાતે રેસકોર્સ બન્યું શહેરનું સૌથી ધમધમતું સ્થળ; એક જ દિવસમાં મેળામાં 4.22 લાખની ભીડ

રંગબેરંગી રાઇડ્સ અને ઝગમગતી લાઇટોથી મેળો બન્યો આકર્ષણનું કેન્દ્ર; ત્રણ દિવસમાં 7.50 લાખથી વધુ મુલાકાતીઓ

રાજકોટ, તા.5 : શહેરના રેસકોર્સમાં ચાલી રહેલા વિરાસતથી વિકાસ લોકમેળાએ જન્માષ્ટમી પર્વે ભવ્ય રંગ ધારણ કર્યો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોનો ધસારો થતાં મેળાનાં મેદાનમાં જાણે માનવ મહેરામણ ઊમટી પડયો હતો. સાંજ પડતાં જ રાઇડ્સની રંગબેરંગી લાઇટો ઝળહળી ઊઠતાં મેળાનું વાતાવરણ વધુ જીવંત બની ગયું હતું.

યાંત્રિક રાઇડ્સને પરવાનગી મળ્યા બાદ મેળામાં રોમાંચનો માહોલ જોવા મળ્યો હતો. ચકડોળથી લઈને વિવિધ રાઇડ્સમાં બેસવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે રાઇડ્સ હાઉસફુલ રહેતા મેદાનમાં અનેક સ્થળોએ પગ મૂકવાની પણ જગ્યા ન હતી. પરિવાર સાથે આવેલા લોકો માટે રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ અને વિવિધ આકર્ષણો મેળાની મોજમાં વધારો કરી રહ્યા હતા.

ભીડની દૃષ્ટિએ પણ આઠમનો દિવસ નોંધપાત્ર રહ્યો હતો. એક જ દિવસમાં 4,22,584 લોકોએ મેળાની મુલાકાત લીધી હતી, જ્યારે ત્રણ દિવસમાં મુલાકાતીઓનો આંકડો 7.50 લાખને પાર કરી ગયો છે. ડ્રોનથી લેવાયેલા અવકાશી દૃશ્યોમાં સમગ્ર રેસકોર્સ મેદાન લોકોની ભીડથી છલકાતું જોવા મળ્યું હતું.

મેળામાં ભીડનું વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવવા સતત બીજા વર્ષે એઆઇ ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફતે ક્રાઉડ કાઉન્ટિંગ અને મેનેજમેન્ટ કરવામાં આવે છે. તંત્રના અંદાજ મુજબ પાંચ દિવસના મેળામાં 12 લાખથી વધુ લોકો ઉમટી શકે છે.

દરમિયાન, મેળામાં એક મહિલાની  તબિયત અચાનક લથડતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફનવર્લ્ડમાંથી તૈયાર કરાયેલા વિશેષ ઇમરજન્સી રૂટનાં કારણે સારવારની કામગીરી ઝડપથી હાથ ધરાઈ હતી. મેળાના આગામી દિવસોમાં પણ મોટી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન વધુ સઘન બનાવાયું છે.

 

મટકી ન ફૂટી.. ન છૂટી.. તોય ધીરજ ન ખૂટી..

રાજકોટના કોર્પોરેશન દ્વારા પ્રથમવાર મટફી ફોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં અનેક ટીમોએ ભાગ લઈને પોતાનું સાહસ, ટીમવર્કનો પરિચય આપ્યો હતો. સ્પર્ધામાં રાજકોટ પોલીસની ટીમ પ્રથમક્રમે આવી હતી, ગોવિંદાઓએ 21 ફૂટની ઉંચાઈએ લટકાવેલી મટકીને ફોડવા માટે દિલધડક પ્રયાસો કર્યા હતાં જેમાં નાના વાગુદડનું આશાપુરા ગ્રૃપ છેક મટકી સુધી પહોચી ગયું હતું પરંતુ મટકી ફૂટી ન હતી અને યુવાન હવામાં જ લટકી રહ્યો હતો. અલબત્ત આ ટીમને પણ વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા 3 ટીમોને રૂ.1.51 લાખ રૂ.1.21 લાખ અને રૂ.1.01 લાખનું ઈનામ અપાયું હતું. (નિશુ કાચા)

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026