• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ક્લાસ-2 અધિકારીનું એસીડ પીધા બાદ મૃત્યુ

અગમ્ય કારણોસર એસિડ પીધા બાદ રાજકોટ ખસેડાયા હતા; પીએમ રિપોર્ટ બાદ ખુલશે રહસ્ય

વેરાવળ,તા.6:ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ડીઆરડીએ વિભાગમાં મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા સુનિલ ચૌધરીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થતાં સરકારી તંત્રમાં ચકચાર મચી જવા પામી છે, અને અંદાજે બે માસ પૂર્વે અબડાસાથી બદલી થઈને આવેલા અને વેરાવળના ડાભોર રોડ પર રહેતા આ અધિકારીએ ગત 4 સપ્ટેમ્બરની રાત્રીએ પોતાના નિવાસસ્થાને એસિડ પી લેતા વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આ ઘટના સંદર્ભે વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા સુનિલભાઈ ચૌધરીએ પ્રાથમિક નિવેદનમાં પોતે ભૂલથી એસિડ પી ગયાનું જણાવેલ હતું અને નાયબ મામલતદાર હિતેશ ખેર સમક્ષ નોંધાયેલા મરણોત્તર નિવેદનમાં પણ તેમણે આ જ વાત દોહરાવી હતી, જોકે રાજકોટ ખાતે થયેલ પીએમનો રિપોર્ટ તથા અન્ય જરૂરી કાગળો વેરાવળ પોલીસને મળ્યા બાદ ગુનો નોંધીને મોત પાછળનું વાસ્તવિક કારણ જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં

આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક