બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા : પત્નીએ મકાનમાં અને પતિએ દંગામાં કર્યુ વિષપાન
પોરબંદર, તા. 20: પોરબંદરમાં
એક પરીણીતાનો અન્ય યુવાન સાથેનો પ્રેમસબંધ હોવાનું બહાર આવતા પતિ-પત્ની બંનેએ અલગ અલગ
જગ્યાએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ જાણવા જોગ નોંધ જાહેર થઇ છે.
સુતારવાડાની સાંઢિયા શેરીમાં રહેતી ઉમેરાબેન સુફિયાન
નીગામણા (ઉં.વ. 29) દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે
કે તેને રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતા અસ્ફાક ઉસ્માન હાલાઇ નામના યુવાન સાથે પ્રેમસબંધ
હતો અને અસ્ફાકે નિકાહ કરવાની ના પાડતા આ અંગે ઉમેરાના પતિ સુફીયાન મહમદ નીગામણાને
જાણ થઇ જતા ઉમેરાને લાગી આવ્યુ હતુ. જેથી ઘરમાં પડેલ ઉધઇ મારવાની ઝેરી દવાની બોટલમાંથી
દવા તા. 19-10ના પી લીધી હતી
જ્યારે સુફીયાન મહમદ (કાબાવલિયા) નીગામણા (ઉં.વ. 37) દ્વારા
કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એવી વિગત જાહેર કરવામાં આવી છે કે તેની પત્ની
ઉમેરાને રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતા અસ્ફાક ઉસ્માન હાલાઇ નામના છોકરા સાથે આડા સબંધ
હોય જેની સુફિયાનને બહારથી ખબર પડતા તેને મનમા લાગી આવ્યું હતું અને તા. 19-10ના મચ્છી
માર્કેટ વિસ્તારમાં અસ્ફાક ઉસ્માન હાલાઇના દંગામાં જઇને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.