• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

અયોધ્યામાં રાત્રે સૂર્યોદય 25 લાખ દીવાથી ઝગમગ્યો સરયૂ તટ


અયોધ્યામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે દીપોત્સવનો શુભારંભ થયો હતો. આ સાથે જ રામ કી પૌડી ઉપર નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો. અયોધ્યામાં કુલ 28 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા પણ એકસાથે 25 લાખ દીવડા અડધો કલાકમાં જ પ્રગટાવીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજો રેકોર્ડ અકસાથે 1121 લોકોએ એકસાથે સરયુની આરતી કરીને બનાવ્યો હતો. સરયૂ નદીની બન્ને તરફ હજારો લોકોએ આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પણ ઉલ્લાસ લાવી દીધો હતો. આ પહેલા સીએમ યોગીએ દીપક પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરાવી હતી ત્યારબાદ સરયૂના તમામ 55 ઘાટે દીવડા જગમગી ઉઠયા હતા. આ વખતનું મુખ્ય આકર્ષણ લેઝર શો, ડ્રોન શો અને આતશબાજી રહ્યું છે. આ ઉપરાંત રામ મંદિરમાં પહેલી વખત દિવાળી ઉપર રામલલા પીતાંબર ધારણ કરશે. પીળા રંગની સિલ્ક ધોતી અને વત્રમાં રામલલાનો શૃંગાર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક