• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મોદી ગુજરાતમાં : 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

એકતા નગર ખાતે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

આજે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવશે, એકતા પરેડમાં સામેલ થશે

 

વડોદરા, તા.30 : બે દિવસમાં વડાપ્રધાન મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રકાશપર્વ દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરને મોટી ભેટ આપતા રૂ.284 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે-સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.

તેમજ આવતીકાલે એકતા દિવસ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ગઈઈ અને એક માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ થશે. વિશેષ આકર્ષણોમાં ગજઋની હેલ માર્ચ ટુકડી, ઇજિ અને ઈછઙના મહિલા અને પુરુષ બાઇકર દ્વારા સાહસિક પ્રદર્શન, ઇજિ દ્વારા ભારતીય માર્શલ આર્ટનાં સંયોજન પર એર શો, શાળાનાં બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા સૂર્ય કિરણ ફ્લાયપાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. સવારે 7.15 કલાકે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તેઓ 7:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ થશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 10 વાગે દિલ્હી જવા રવાના થશે.

 વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઇ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનાં ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બન્નેને નવી ઊંચાઈ મળી છે.

વડાપ્રધાનએ 22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, આઇસીયુ, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, આઇસીયુ ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતા નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે, જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું હતું. જુલાઈ 2024માં જઅઙઝઈં સંસ્થાના સહયોગથી યોજાયેલા 20 દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે પાણી, પ્રકૃતિ અને એકતા પર આધારિત 24 શિલ્પકૃતિ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરનાં પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાનએ બસખાડીથી વ્યૂપોઇન્ટ-1 સુધીના વૉક વે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.  વડાપ્રધાનએ રૂ. 23.26 કરોડના ખર્ચે 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે એકતા નગરને હરિત ઊર્જાના માર્ગે આગળ વધારશે.

2023માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો વિસ્તાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે જ, ગરુડેશ્વર ખાતે રૂ. 60 કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે, જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્ રહે. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે સાકાર થઈ રહેલાં પ્રકલ્પ - પ્રોજેક્ટ પ્રદર્શનીનું નિરિક્ષણ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક