• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સલમાનને સતત બીજા દિવસે ધમકી : બે કરોડની ખંડણી માગી


મુંબઈની ટ્રાફિક પોલીસને મોકલ્યો ધમકીભર્યો સંદેશ

 

નવી દિલ્હી, તા. 30 : બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત ધમકી મળી છે. અહેવાલ છે કે ધમકી દેનારાએ કરોડો રૂપિયાની ખંડણીની માગણી કરી છે. એક દિવસ પહેલા જ પોલીસે એનસીપી  વિધાનસભા ઉમેદવાર જીશાન સિદ્દીકી અને સલમાન ખાનને ધમકી આપનારા શખસની ધરપકડ કરી હતી. રિપોર્ટ અનુસાર ધમકી આપનારાએ મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ મોકલ્યો હતો. જેમાં બે કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી.  આ ધમકી બાદ મુંબઈના વર્લીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આાવી છે અને તપાસ શરૂ થઈ છે. અંદાજીત બે અઠવાડિયા પહેલા જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં હુમલાખોરોએ એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે સિદ્દીકીનો પુત્ર જીશાન પણ હુમલાખોરોના નિશાને હતો. સિદ્દીકી પરિવારને સલમાન ખાનનો નજીકનો ગણવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક