• મંગળવાર, 17 માર્ચ, 2026

‘રાજ્યમાં ઘરેલુ અને કોમર્શિયલ હેતુ માટે ઙગઋનો પૂરતો જથ્થો ઉપલબ્ધ’

ગુજરાતમાં રાંધણ ગેસ અને કેરોસીન વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ કરાઈ, નવા PNG જોડાણો અને સુરક્ષા તપાસ તેજ :

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની પત્રકાર પરિષદ

 

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.16 : રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે.  રાજ્યમાં અત્યારે LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને ઙગઋમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ કઙઋ સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં કઙઋ કનેક્શન સરેન્ડર કરવાના રહેશે કારણ કે એકસાથે બંને સુવિધા રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ     સોલંકી, રાજ્ય મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમા આ વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું.

વધુમાં કહ્યું કે સરકારે દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કઙઋના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1452 ઊંક (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન, રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરન્ટ, ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસાસિંગમાં 10 ટકા કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 1લી, માર્ચથી અત્યાર સુધીમાં કુલ 3504 નવા પી.એન.જી. કનેક્શન આપવામાં આવ્યા છે.

 

ગેરકાયદે વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા ઠેર-ઠેર તપાસ

ઈરાન-ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 16 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેની સીધી અસર વડોદરા સહિત દેશના વિવિધ રાજ્યોમાં પડતા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પર પડી છે. પરિણામે કાળા બજારિયાઓ ખૂબ સક્રિય થયા છે. વડોદરામાં પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગએ ઠેક ઠેકાણે સઘન ચાકિંગ શરૂ પણ કરી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

 

જેતપુરમાં ગેસના બાટલાની કટોકટી અંગે આવેદન

જેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણગેસના બાટલા માટે સર્જાયેલ કટોકટી અંગે મામલતદારને આવેદનપત્ર આપી વિતરણ વ્યવસ્થા તાત્કાલિક રાબેતા મુજબ કરાવવા માંગ કરી હતી. જો બાટલાની વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

 

ધાર્મિક સંસ્થાઓને 10 ટકા જથ્થો ફાળવાશે 

જ્યાં પી.એન.જી. નેટવર્ક પહોંચ્યું નથી, ત્યાં કોમર્શિયલ એલ.પી.જી. માટે સરકાર દ્વારા ખાસ પ્રાધાન્ય યાદી તૈયાર કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી કાર્યરત હોય અને નિયમિત ભોજન આપતી હોય તેવી ધાર્મિક સંસ્થાઓને છેલ્લા 5 માસના વપરાશના આધારે 10 ટકા જથ્થો ફાળવવામાં આવશે. જિલ્લા પુરવઠા સમિતિ ઉપલબ્ધતા મુજબ 20 ટકાની મર્યાદામાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.

 

LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટારિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. LPGના ગોડાઉન અને બાકિંગ ઓફિસ પર 1-1 પોલીસ જવાન તૈનાત કરાશે. પોલીસની સાથે મહેસૂલ વિભાગના 1-1 કર્મચારી રાખવાનો પણ આદેશ અપાયો છે. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે. 

 

 

હોર્મુઝ પાર કરી મુંદરા પહોંચ્યું ‘િશવાલિક’

 

અમદાવાદ, નવી દિલ્હી, તા. 16: ભારત દેશના વિવિધ રાજ્યોમાં ‘મહાયુદ્ધ’ પ્રેરિત ઘરેલુ રાંધણગેસ સંકટથી ફેલાયેલા ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા રાહતનાં સમાચાર મળ્યાં છે. કતારથી 46 હજાર મેટ્રિક ટન રાંધણગેસ સાથે ‘િશવાલિક’ જહાજ ત્રણ દિવસની સફર ખેડયા પછી સોમવારની સાંજે પાંચ વાગ્યે ગુજરાતનાં મુંદરા બંદરે પહોંચ્યું હતું. આમ, દેશવ્યાપી ગેસસંકટ હળવું કરવાની કવાયત કચ્છમાંથી શરૂ થશે. શિવાલિક જહાજ લગભગ 32.4 લાખ ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર ભરાય તેટલા એલપીજી સાથે મુંદરા બંદરે પહોંચી આવ્યું છે. આવતીકાલે મંગળવારે તેટલા જ 46 હજાર મેટ્રિક ટન રાંધણગેસ સાથે બીજું જહાજ નંદાદેવી પણ કંડલા બંદરે આવી પહોંચશે. અન્ય જહાજ ‘જગ લાડકી’ 81 હજાર ટન ક્રૂડતેલ લઇને આવી રહ્યું છે. શિવાલિક જહાજ યુદ્ધથી જેની સુરક્ષા જોખમાઇ હતી તે સંવેદનશીલ હોર્મુઝ સ્ટ્રેટનો કપરો સમુદ્રી માર્ગ કાપીને મુંદરા પહોંચ્યું છે. શિવાલિક અને નંદાદેવી મળીને બે દિવસમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી (ઘરેલુ રાંધણગેસ) ભારતમાં પહોંચશે.

અમેરિકા-ઇઝરાયલ સાથે યુદ્ધથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી ક્ષેત્રમાં સર્જાયેલી અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે ભારતને મિત્ર લેખાવનાર ઇરાને બે ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થવાની છૂટ આપી હતી. લગભગ પાંચ માળની ઊંચાઇ ધરાવતા 200 મીટરથી વધુ લંબાઇ સાથેના શિવાલિક જહાજ પર કેપ્ટન સહિત 25 ક્રૂ સભ્યની ટીમ તૈનાત રહી હતી. ‘િશવાલિક’માં મોજૂદ 46 હજાર મેટ્રિક ટનમાંથી 20 હજાર મેટ્રિક ટન રાંધણગેસ મુંદરામાં જ રિફિલ કરાશે. બાકીનો 26 હજાર મેટ્રિક ટન એલપીજી મેંગ્લોર મોકલાશે, તેવું જાણવા મળે છે. શિવાલિક 14મી માર્ચના હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મધ્ય-પૂર્વમાં જારી યુદ્ધ વચ્ચે આ ભારત પહેંચનાર પ્રથમ જહાજ છે.

આ મહત્વપૂર્ણ સફળતા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૌરવભેર માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડિપ્લોમેટીક રીતે ભારત આજે વિશ્વમાં એક અલગ ઊંચાઈ પર પહોંચ્યું છે. આ ડિપ્લોમેટીક સંબંધોના પરિણામે જ યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ ભારતના જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. વડાપ્રધાનના પ્રયાસોથી રશિયા અને યુક્રેનમાંથી યુદ્ધ રોકીને જે રીતે ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેવી જ કુશળતા આજે ફરી એકવાર જોવા મળી રહી છે. આ નવું ભારત છે જેની તાકાત સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. તેમણે વિધાનસભા ગૃહના માધ્યમથી ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક