• મંગળવાર, 17 માર્ચ, 2026

સંકટમાં ભારતની નેવિગેશન સિસ્ટમ : સેટેલાઈટની એટોમિક ક્લોક બગડી

નાવિક ગંભીર સંકટમાં : 11માંથી માત્ર 3 સેટેલાઈટ કરી રહ્યા છે કામ

 

નવી દિલ્હી, તા. 16 : ભારતની પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ‘નાવિક’ ગંભીર સંકટમાં છે. વર્તમાન સમયે 11 સેટેલાઈટમાંથી માત્ર પાંચ જ પોતાનું મુખ્ય કામ કરી રહ્યા છે. જેમાંથી એક સેટેલાઈટ કોઈપણ સમયે ફેલ થવાની સંભાવના છે કારણ કે તેની ઉંમર 10 વર્ષથી વધુ થઈ ચૂકી છે. નાવિકને મિનિમમ ચાર સેટેલાઈટની જરૂર હોય છે. જો કે વર્તમાન સમયે માત્ર ત્રણ જ કામ કરી રહ્યા છે. જેનાથી સેનાની નેવિગેશન, મિસાઈલ માર્ગદર્શન અને સટીક હુમલાની ક્ષમતા ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હકીકતમાં સેટેલાઈટની એટોમિક ક્લોક બંધ થઈ જતા નેવિગેશન સર્વિસ બંધ થઈ છે.  1999ના કારિગલ યુદ્ધમાં અમેરિકાએ ભારતને જીપીએસની સટીક જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી ભારતીય સેનાને હિમાલયના ઉંચા શિખરમાં નેવિગેશન અને સટીક હુમલા કરવામાં મુશ્કેલી થઈ હતી. આ સમસ્યાને ધ્યાને રાખીને ભારત સરકારે પોતાની સ્વદેશી સિસ્ટમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઈસરોએ 2019થી 2018 વચ્ચે ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. જેને બાદમાં નાવિક નામ અપાયું હતું. નાવિક ભારત અને તેની 1500 કિ.મી. આસપાસના ક્ષેત્રમાં પોઝીશન, નેવિગેશન અને ટાઈમિંગ સર્વિસ આપે છે. આ માત્ર ભારત માટે જ છે જ્યારે અમેરિકાનું જીપીસી, ચીનનું બીર્ડો, યુરોપનું ગેલીલિયો તેમજ રશિયાનું ગ્લોનાસ પૂરા વિશ્વમાં કામ કરે છે.

ઈસરોએ પહેલા 9 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. જેમાંથી આઠ અંતરીક્ષમાં પહોંચ્યા હતા. જો કે પાંચ સેટેલાઈટ (આઈઆરએનએસએસ-1એ, 1સી, 1ડી, 1ઈ, 1જી)માં તમામ ત્રણ એટોમિક ક્લોક ફેલ થઈ છે.

એટોમિક ક્લોક સેટેલાઈટનો મહત્ત્વનો ભાગ છે. જે સમયની સટીક ગણતરી કરે છે. તેની વિફળતાથી સેટેલાઈટ બેકાર થયા છે.  હવે માત્ર ત્રણ સેટેલાઈટ બચ્યા હતા. જેમાંથી એક આઈઆરએનએસએસ 1બીની ઉંમર 11 વર્ષ થઈ ચૂકી છે. 19ની એટોમિક ક્લોક પણ 13 માર્ચના ફેલ થઈ હતી. ઈસરોએ કહ્યું છે કે હવે આ સેટેલાઈટ માત્ર મેસેજિંગ સર્વિસ આપશે, નેવિગેશન નહીં. એટલે કે માત્ર બે સેટેલાઈટ જ કોઈ રીતે કામ કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક