• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

દિવાળીએ ચીન દાઝ્યું, સવા લાખ કરોડનો ફટકો


સ્વદેશી બનાવટો ખરીદવા માટે ભારતીયોમાં જાગૃતિ : ચીની સામગ્રીને જાકારો મળે છે

 નવી દિલ્હી, તા. 30 : દિવાળીના તહેવારોમાં ચાઇનીઝ બનાવટોની માંગ ભારતીય બજારોમાં ઘટવા માંડતાં એક અનુમાન અનુસાર ચીનને સવા લાખ કરોડ રૂપિયાથી વધુ આર્થિક ફટકો પડયો હોવાનું જાણવા મળે છે.

દિવાળીની ઉજવણી દરમ્યાન ચીની ઉત્પાદનોનો લગાતાર બહિષ્કાર થવા માંડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની અસર દેખાતી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

કન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) નામે વેપારીઓનાં સંગઠને વેપારીઓને સ્થાનિક, સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂકવા અપીલ કરી હતી. દીપોત્સવ પર્વ પર ખાસ કરીને ઘરોને શણગારવા માટેના રોશની સહિત સામાનોની ખરીદી કરતી વખતે નાગરિકો ભારતીય બનાવટોની પસંદગી કરવા લાગ્યા છે.

કેટના મહામંત્રી અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દેશની જનતા ચાઇનીઝ સામગ્રીઓને જાકારો આપવા લાગી છે.

આમ, સ્વદેશી સામાન ખરીદવા માટેના અભિયાનોની અસર હેઠળ ભારતીયોમાં આવેલી જાગૃતિથી ચીનને સવા લાખ કરોડનું નુકસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક