57 વર્ષ જૂનો પોતાનો જ ચુકાદો પલટયો : 3 જજની નવી બેંચ કરશે સુનાવણી
નવી
દિલ્હી તા.8 : સુપ્રીમ કોર્ટે 1967ના પોતાના જ ચુકાદાને પલટી નાખ્યો છે જેમાં કહયુ હતુ કે એએમયુ (અલીગઢ મુસિલમ યુનિવર્સિટી)
માઈનોરિટી ઈન્સ્ટીટયૂટ નથી. એએમયુના લઘુમતી દરજ્જા અંગે હવે સુપ્રીમની નવી બેંચ સુનાવણી
કરી નિર્ણય લેશે.
સુપ્રીમ
કોર્ટે પ7 વર્ષ જૂનો પોતાનો ચુકાદો રદ કર્યા બાદ હવે 3 જજની નવી બેંચ એએમયુના લઘુમતિ
દરજ્જા અંગે નિર્ણય લેશે. સુપ્રીમની 7 જજની બેંચે 4:3ના બહુમતથી 1967નો પોતાનો જ ચુકાદો
પલટી નાખ્યો છે. કોર્ટે શુક્રવારે માન્યુ કે એએમયુ લઘુમતિ દરજ્જાની હકદાર છે. જે સાથે
મામલાને 3 જજોની નિયમિત બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો. જે એ મુદ્દો તપાસશે કે એએમયુની
સ્થાપના શું લઘુમતિઓએ કરી હતી? તેની પાછળ મૂળ વિચાર કોનો હતો ?
સુપ્રીમે
કહ્યંy કે કોઈ સંસ્થાન માત્ર એટલા માટે લઘુમતિનો દરજ્જો ન ગુમાવી શકે કારણ કે તેને
કેન્દ્રીય કાયદા હેઠળ બનાવવામાં આવ્યું છે. નવી બેંચ એ બાબત નિર્ણય લેશે કે એએમયુ લઘુમતિ
સંસ્થાન છે કે નહીં ? જો તપાસમાં એ સાબિત થશે કે એએમયુની સ્થાપના પાછળ લઘુમતિ સમુદાય
હતો તો આર્ટિકલ 30 હેઠળ તે લઘુમતિ દરજ્જા માટે દાવો કરી શકે છે.
વિવાદ
ત્યારે શરૂ થયો હતો જ્યારે એએમયુએ ખૂદને લઘુમતિ માની અને મેડિકલના પીજી કોર્સમાં પ0
ટકા બેઠકો મુસ્લિમ છાત્રો માટે અનામત કરી હતી જેની સામે હિંદુ છાત્રો અલાહાબાદ હાઈકોર્ટમાં
ગયા હતા. હાઈકોર્ટે એએમયુને લઘુમતિ સંસ્થાન માની ન હતી. જેની સામે એએમયુ સુપ્રીમમાં
પહોંચી હતી. ર019માં સુપ્રીમે આ મામલો 7 જજની બંધારણીય બેંચને સોંપ્યો હતો.
CJI
ચંદ્રચૂડની સુપ્રીમ કોર્ટમાંથી વિદાય
કામનાં
છેલ્લા દિવસે વિદાય સમારોહમાં કહ્યું, કોઈ દુભાયુ હોય તો માફી માગે છે: હવે 10મીએ પદ
પરથી નિવૃત્તિ : 11મીએ જસ્ટિસ ખન્ના સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળશે
નવી
દિલ્હી, તા.8: સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની સર્વોચ્ચ અદાલતમાંથી
આજે ઔપચારિક વિદાય થઈ ગઈ છે. આજે તેમના કામનો છેલ્લો દિવસ હતો. આજે તેમનાં અંતિમ કાર્ય
દિવસે યોજાયેલા વિદાય
સમારોહમાં
સીજેઆઈ ચંદ્રચૂડે પોતાનાં પરિવાર, અંગત જીવન અને કારકીર્દિ સહિતની વાતો અને અનુભવો
વર્ણવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જજ તરીકે જટિલ વિષયો ઉપર નિર્ણય આપવાના હોય છે
અને તેમાં સૌથી મહત્વની વાત એ હોય છે કે, તેની સામાન્ય નાગરિકોનાં જીવન ઉપર શું અસર
થાય છે. પોતાનાં ભાવુક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, પોતાની કોઈ વાતથી કોઈ દુભાયું
હોય તો તેની તેઓ માફી યાચે છે.
સીજેઆઈ
ચંદ્રચૂડ સત્તાવાર ધોરણે 10 નવેમ્બરે પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યાં છે. જસ્ટિસ
સંજીવ ખન્ના 11 નવેમ્બરે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.
નિવૃત્તિ
પછી પણ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો અદાલતોમાં વકીલાતની પ્રેક્ટિસ
કરી શકતા નથી. ભારતના બંધારણની કલમ 124(7) અનુસાર, આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો
છે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ રહે અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
આ પ્રતિબંધનો
હેતુ એ છે કે ન્યાયાધીશોના નિર્ણયોમાં ક્યારેય શંકા ન હોવી જોઈએ કે તેઓએ ભવિષ્યનાં
કોઈ લાભ માટે કોઈપણ પ્રકારનો પક્ષપાત કર્યો છે. વધુમાં, આ વ્યવસ્થા ન્યાયતંત્રની ગરિમા
અને નિષ્પક્ષતા જાળવવા માટે કરવામાં આવી છે, જેથી લોકોના મનમાં એવી માન્યતા રહે કે
ન્યાયાધીશો હંમેશાં સત્ય અને ન્યાયની તરફેણમાં નિર્ણયો લે છે.