• બુધવાર, 13 નવેમ્બર, 2024

તિરુપતિ લાડુ પ્રસાદની સીબીઆઈ તપાસ નહીં થાય: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી તા.8 : તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં પશુ ચરબી નીકળ્યાના બનાવની સીબીઆઈ તપાસની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આવી માગ કરતી અરજી પર કોર્ટે કહ્યું કે તમારા નિવેદન અનુસાર અમારે તમામ મંદિરો, ગુરુદ્વારો વગેરે માટે અલગ વ્યવસ્થા કરવી પડશે. અમે એવો નિર્દેશ ન આપી શકીએ કે  કોઈ વિશેષ ધર્મ માટે અલગ વ્યવસ્થા બનાવવામાં આવે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠે સામાજિક કાર્યકર અને ગ્લોબલ પીસ ઈનિશિએટીવ સંગઠનના પ્રમુખ કેએલ પોલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી નામંજૂર કરી હતી. અરજદારે લાડુ પ્રસાદની  ખરીદી અને નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ પાસે વ્યાપક તપાસ કરાવવા માગ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024