• બુધવાર, 13 નવેમ્બર, 2024

વિરપુરમાં 1-1 કિલોની 225 કેકથી જલારામ જન્મ જયંતિની ઉજવણી

45 સાઇકલ સવાર 500 કિલોમીટરનું અંતર કાપી વીરપુર પહોંચ્યા

ક્ષજલારામધામમાં બીજી દિવાળી, ઘરે ઘરે રંગોળી અને સજાવટ કરાયા

 

વીરપુર, તા.8 : ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે સંત શિરોમણી જલારામ બાપાનું વિરપુર ધામ. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેવો માહોલ છવાયો હતો. ઘરે ઘરે રંગોળી અને સજાવટ કરાયા હતા. આ સાથે ફટાકડા ફોડીને આતશબાજી કરીને બાપાના જન્મદિવસના વધામણા કરવામાં આવ્યા હતા.

બાપાની 225મી જન્મ જયતી હોવાથી ક્રમપ્રમાણે 225 નંબર રાખી એક-એક કિલોની કેકના ટૂકડા રખાયા હતા અને જલારામ બાપાની આરતી ઉતારી કેક કાટિંગ કરાઈ હતી. જેને ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદી તરીકે આરોગી હતી. વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામેને ધ્વજા-પતાકા અને રોશનીથી શણગાર કરાયો હતો. વેપારીઓએ દુકાનો, હોટલો તેમજ વીરપુરવાસીઓએ ઘરે ઘરે આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધ્વજા-પતાકા, દીવડાઓ, લાઈટ ડેકોરેશન કરાયા હતા. વહેલી સવારે બાપાના પરસવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા-અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું. આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપુર મંદિરે ઉમટી પડયું હતું. બાદમાં સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલો બુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભક્તોને વિતરણ કરાયા હતા. મંદિરે કેપ કાપીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બાપુના જીવન ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેના ફ્લોટ રખાયા હતા.

જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠયું હતું અને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતિ નિમિત્તે વિરપુર પગપાળા અને સાઇકલ દ્વારા અનેક સંઘો પહોંચ્યા હતા. સાઇકલ સવાર સંઘ પટેલ બ્રધર્સ ગ્રુપ સતત ત્રીજા વર્ષે સુરતના ઉનથી વિરપુર પહોંચ્યું હતું. 45 સાઇકલ સવાર ચાર દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપી જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024