સંયુક્ત રાષ્ટ્રમાં 179 સભ્યનું પક્ષમાં મતદાન, ભારત દ્વારા એકલા હાથે વિરોધ
નવી
દિલ્હી, તા. 8: હથિયારો માટે પાકિસ્તાનની મોટી યોજનાને ભારતે નિષ્ફળ બનાવી દીધી હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ક્ષેત્રિય અને ઉપક્ષેત્રિય સ્તરો પર પરંપરાગત હથિયાર નિયંત્રણ અંગે
પાકના પ્રસ્તાવની વિરુદ્ધ ભારતે મતદાન કર્યું હતું.
સંયુક્ત
રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સમિતિમાં પાકિસ્તાન અને સીરિયાએ આપેલા હથિયારોના આ પ્રસ્તાવના
પક્ષમાં 179 સભ્ય દેશોએ મતદાન કર્યું હતું અને સ્વીકારાયો હતો.
ઈઝરાયલે
મતદાનમાં ભાગ લીધો ન્હોતો. પાકના પ્રસ્તાવ સામે પગ ખોડીને ઊભનાર ભારત પ્રસ્તાવ વિરુદ્ધ
મતદાન કરનાર એકમાત્ર દેશ હતો.
પ્રસ્તાવમાં
ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવામાં પારંપરિક હથિયાર
નિયંત્રણની ભૂમિકાને માન્યતા અપાઈ છે.
શિતયુદ્ધ
બાદના યુગમાં શાંતિ અને સુરક્ષા માટે વધુ પડતા ખતરા મુખ્ય રીતે એ જ ક્ષેત્ર કે ઉપક્ષેત્રમાં
સ્થિત રાજ્યો વચ્ચે પેદા થાય છે, તેવું પ્રસ્તાવમાં જણાવાયું છે.
સૈન્ય
દૃષ્ટિએ મહત્ત્વનાં અને મોટી સૈન્ય ક્ષમતાવાળા રાષ્ટ્રોની ક્ષેત્રિય સુરક્ષા માટે આવા
પ્રસ્તાવોને પ્રોત્સાહિત કરવા જોઈએ, તેવું પાકના પ્રસ્તાવમાં જણાવાયું છે.