• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

વડોદરામાં 22 લાખ રૂપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે એક ઝબ્બે

અગાઉ પકડાયેલા આરોપીના પિતા પણ ગાંજાના કેસમાં ઝપટે ચડયા’તા

વડોદરા, તા.24: અગાઉ બે વખત માદક પાદર્થનું વેચાણ કરવાના ગુનામાં પકડાયેલા ઇસમનો 20 વર્ષીય પુત્ર હવે હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હાથે ઝડપાયો છે. પોલીસે રૂ.22 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસીલ સ્કૂલ સામેના શકીલ પાર્ક સોસાયટીમાં રહેતો આદીબ  અબ્દુલ પટેલ ગાંજાનું વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતી વડોદરા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને મળી હતી. જેના પરિણામે પોલીસની ટીમ આદીબના ઘરે ત્રાટકી હતી. જ્યાં તેમણે સર્ચ ઓપરેશન હાથ ધરતા કુલ 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થો મળી આવતા પોલીસે આદીબની ધરપકડ કરી હતી.

ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગેપૂછતાછ કરતા સુરત ખાતેથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું હાલની તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજો જેની કિંમત રૂ.22,02,000 લાખ આંકવામાં આવી છે. આ સાથે મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ મળી પોલીસે કુલ રૂ.22,43,700નો કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં આદીબના પિતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેઇડ કરતા ગાંજા સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક