• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

2025ની શરૂઆતમાં ડામ અને મલમ એકસાથે કોમર્શિયલ LPGની કિંમત ઘટી

19 કિલોના કોમર્શિયલ બાટલાની કિંમતમાં 14થી 16 રૂપિયા સુધીનો ઘટાડો

 

નવી દિલ્હી, તા. 1 : નવા વર્ષના પહેલાં જ દિવસે રાહતના અહેવાલ સામે આવ્યા છે. હકીકતમાં પહેલી  જાન્યુઆરીના રોજ ઓયલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કાપ મુક્યો છે. ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીથી મુંબઈ સુધી 14-16 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. જો કે આ કાપ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મૂકવામાં આવ્યો છે. જ્યારે ઘરેલુ રાંધણ ગેસના બાટલાની કિંમત નવા વર્ષે સ્થિર છે એટલે કે તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

પહેલી જાન્યુઆરીના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડરની નવી કિંમત જારી કરવામાં આવી છે. આઇઓસીએલની વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવેલી કિંમત અનુસાર દિલ્હીમાં 19 કિલોનું એલપીજી સિલિન્ડર 1804 રૂપિયાનું થયું છે. એટલે કે કિંમતમા 14.50 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. અગાઉ કિંમત 1818.50 રૂપિયા હતી. દિલ્હી જ નહીં દેશના અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં ઘટાડો થયો છે.

કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1927થી ઘટીને 1911 થઈ છે. એટલે કે કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે મુંબઈમાં કિંમત 15 રૂપિયા ઘટી છે. ચેન્નઈની વાત કરવામાં આવે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 1980.50 રૂપિયાને બદલે 1966 રૂપિયામાં મળશે.

 

ગુજરાત ગેસે ઈગઋનો ભાવ વધાર્યો

વાહન ચાલકોને રૂ.દોઢ વધુ ખર્ચવા પડશે

 

અમદાવાદ, તા.1: ગુજરાત ગેસ કંપનીએ 2025ના આગમન સાથે જ સીએનજી ભરાવતા અનેક વાહનચાલકોને ઝટકો આપ્યો છે. સીએનજીના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી સીએનજી કારના માલિકો તેમજ રિક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પઠડશે. અમલ 1લી જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. ગુજરાત ગેસ કંપનીએ મંગળવારથી સીએનજીના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે.

છ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો કરી નવા વર્ષે વાહન ચાલકોને ઝટકો આપ્યો છે. છેલ્લે કંપનીએ પહેલી ડિસેમ્બર 2024ના રોજ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક