કોઠારિયા વિસ્તારમાં બે પૈકીનો એક પ્લોટ ફાઈનલ કરવા મનપાની તજવીજ
રાજકોટ,
તા.1 : રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોની જરૂરિયાતોને
ધ્યાનમાં લઈને મ્યુનિ.તંત્ર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં નવો દક્ષિણ ઝોન બનાવવાની
જાહેરાત કરવામાં આવ્યાં બાદ હવે તેની અમલવારી માટેની પ્રક્રિયા આગળ ધપી રહી છે.
રાજકોટ
શહેરની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે, મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં હાલ
ઢેબર રોડ ખાતે સેન્ટ્રલ, બીગ બજાર પાસે વેસ્ટ તેમજ ભાવનગર રોડ ઉપર ઈસ્ટ ઝોન કચેરી કાર્યરત
કરવામાં આવી છે. ત્રણેય ઝોનને સ્પર્શતા વિસ્તારના લોકો માટે આ સુવિધા ઉભી કરવામાં આવી
છે જો કે, કોઠારિયા તથા આસપાસના વિસ્તારના વોર્ડના લોકોને પોતાના વિવિધ કામો માટે સેન્ટ્રલ
અને ઈસ્ટ ઝોન કચેરી સુધી ધક્કો ખાવો પડે છે.
દરમિયાન
એ અરજદારોની સુવિધા અર્થે શહેરના દક્ષિણ વિસ્તારમાં નવો ‘સાઉથ ઝોન’ ઉભો કરવાનું આયોજન
હાથ ધરાયું છે.
બજેટમાં
તેના માટે રૂ.6 કરોડની જોગવાઈ રાખવામાં આવી હતી પરતું આ વિસ્તારની જમીનનું વેલ્યુએશન
તેમજ વિશાળ બિલ્ડિંગના બાંધકામને ધ્યાને લેતા સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રૂ.70 કરોડ આસપાસ
પહોંચવાનો અંદાજ છે. ચાલુ નાણાકિય વર્ષમાં જ આ કામ માટેના ટેન્ડર બહાર પડે તેવી શક્યતાં
સેવાઈ રહી છે.
નોંધનીય
છે કે, આ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના બે પ્લોટ આવેલા છે. સંભવત: કોઠારિયા રોડ
ઉપર લિજ્જત પાપડ પાછળ, નેશનલ હાઈવે પાસે 10 ચો.મીના મનપાના વાણિજ્ય હેતુના અનામત પ્લોટ
ઉપર પંસદગી ઢોળવામાં આવે તેવી શક્યતા છે.