સોપોર,
તા. 20 : આતંકવાદીઓને શોધવા કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફે સંયુક્ત રીતે બારામૂલાના
સોપોરમાં ચલાવેલા તલાશી અભિયાન દરમિયાન થયેલા ઘર્ષણમાં પાંચ આતંકી ઠાર થયા હતા, જ્યારે
એક જવાન શહીદ થયો હતો. અલબત્ત, સોમવારે પણ સુરક્ષા કર્મચારીઓએ તલાશી અભિયાન જારી રાખ્યું
હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, રવિવારે સુરક્ષા દળો અને પોલીસે સોપોરમાં ઘેરાબંધી કરી તલાશી અભિયાન
ચલાવ્યું હતું, જેમાં થોડા કિલોમીટર દૂર એક ઠેકાણું ઝડપાયું હતું અને ઘર્ષણ થયું હતું.
આ કાર્યવાહીમાં
પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા, જેમાં હિઝબુલ મુજાહિદીનનો કમાન્ડર ફારુક અહમદ ભટ્ટ પણ
સામેલ હતો અને બે જવાન ઘાયલ થયા હતા, જે પૈકી એક જવાન સારવાર દરમિયાન શહીદ થયો હતો.
ત્રાસવાદીઓને રોકવા માટે સોમવારે પણ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળના
કર્મચારીઓ તૈનાત રખાયા છે.