યાર્ડ દ્વારા પાંચ દિવસ વહેલી હરાજી શરૂ કરાશે, કિસાનોને ઘરઆંગણે વેચાણ કેન્દ્ર મળશે
ભરતાસિંહ
ચૌહાણ
તાલાલા
ગીર, તા. 14: કેસર કેરીની સીઝન નજીક આવતા હવે ખેડૂતો ઉત્સાહમાં આવી ગયા છે. તાલાલા
માર્કેટ યાર્ડે 26 એપ્રિલથી કેસર કેરીની હરાજી શરૂ કરવાનું આયોજન ઘડી કાઢયું છે. ખેડૂતો
હવે ઘરઆંગણે કેરી વેંચી શકે એવી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. જોકે એ સાથે કેસર કેરીની સીઝનનો
આરંભ થશે. કેરીની હરાજી પાંચ દિવસ વહેલી શરૂ થશે.
તાલાલા
પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારી ભાઈઓ- કમિશન એજન્ટોની બેઠક માર્કેટીંગ યાર્ડના
ચેરમેન સંજય શિંગાળા ની ઉપસ્થિતિમાં યાર્ડના સભાખંડમાં મળી હતી. જેમાં હરાજીની તારીખ
નક્કી થઇ હતી. ગયા વર્ષે 1 લીમે થી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો.
માર્કાટિંગ
યાર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કેસર કેરીની સિઝન 42 દિવસ ચાલી હતી.આ દરમ્યાન
દશ કિલો ગ્રામના 05 લાખ 96 હજાર 700 બોક્સની આવક થઈ હતી.તાલાલા પંથકમાં આ વર્ષે આંબામાં
અકલ્પનીય મોર આવ્યા હતા પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોટાભાગના મોર નાશ પામ્યા હતા
તેમજ ઘણા બગીચામાં આંબામાં બંધારણ થયું નહી તેવી ઠેરઠેરથી ફરીયાદો થઈ રહી છે.એક અંદાજ
મુજબ તાલાલા પંથકના 22 થી 25 જેટલા ગામોમાં કેરીના પાકને ખુબજ નુકસાન થયું હોય આ ગામોમાં
આંગળીના વેઢે ગણી શકાય તેટલા બગીચામાં કેરીનો પાક છે.આ વર્ષે ગત વર્ષ કરતાં પણ ઓછો
પાક થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે.
તાલાલા
માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિલો ગ્રામના એક કેરીના બોકસનો સરેરાશ ભાવ 700 ઉપર
રહ્યા હતા.પરિણામે તાલાલા યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને રૂ.41 કરોડ 77 લાખથી
પણ વધુ આવક થઈ હતી.આ વર્ષે ઓછા પાકને કારણે ગત વર્ષ કરતાં કેરીના ભાવ ઉંચા રહેવાની
ધારણા તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહી છે.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન
શરૂ થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઘર આંગણે જ કેરીનું વેચાણ કરવા સવલત મળશે.
જૂનાગઢ
યાર્ડમાં 4 હજાર બોક્સ આવ્યા
જૂનાગઢ,તા.14
(ફૂલછાબ ન્યૂઝ) જૂનાગઢ માર્કાટિંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં સર્વાધિક 4000 કેરીના
બોક્સની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, શરુઆતમાં માત્ર 400 થી 500 કેરીના
બોક્સની આવક સામે રૂ.2000 નું બોક્સ મળતું તે આજે રૂ.800 થી રૂ.1200 નું બોક્સ મળી
રહ્યું છે. યાર્ડના ફ્ર્નટ વેપારી એસોસિએશનના
પ્રમુખ અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, આજે યાર્ડમાં સૌથી વધુ કેરીના બોક્સની આવક નોધાઇ
હતી. આરંભે માત્ર 400 થી 500 જેટલા કેરીના બોકસ આવક થયેલ હતી, તે સમયે રૂ.1500 થી રૂ.2000
ભાવ મળ્યો હતો, હાલ આવક વધતા ભાવ પણ ઘટયા છે.