• રવિવાર, 15 માર્ચ, 2026

હોર્મુઝ ઉપર કબજો કરવાની તૈયારીમાં અમેરિકા?

- ટ્રમ્પે કહ્યું, જંગી જહાજો મોકલાશે : ચીન સહિતનાં અન્ય દેશો પણ સહયોગ કરશે તેવી ટ્રમ્પને આશા !

નવીદિલ્હી,તા.14: અમેરિકા અને ઈઝરાયલના આક્રમણને પગલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને દુનિયામાં ઓઈલ પુરવઠો ઈરાને ખોરવી નાખ્યો છે ત્યારે આજે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ધમકીનાં સૂરમાં કહ્યું છે કે, કોઈપણ હિસાબે હોર્મુઝ સ્ટ્રેટ તો ખુલશે જ. ટ્રમ્પે હોર્મુઝ ઉપર કબ્જો કરવાની તૈયારી કરી હોય તેવો સંકેત આપતાં કહ્યંy હતું કે, આ સમુદ્રી માર્ગ ખોલવા માટે અન્ય દેશો પણ સહયોગ કરીને પોતાનાં જંગી જહાજ મોકલશે તેવી તેમને

આશા છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને આશા છે કે, ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ ક્ષેત્રમાં પોતાનાં જહાજોને મોકલશે. પછી હોર્મુઝમાં કોઈ ખતરો નહીં રહે. આ ઉપરાંત ટ્રમ્પે તટરેખાની બહાર અમેરિકા તરફથી જોરદાર બોમ્બમારો પણ ચાલુ રાખવામાં આવશે તેવું એલાન કર્યુ હતું. એટલું જ નહીં તેમણે ઈરાની નૌકા અને જહાજો ઉપર પણ હુમલા કરવાની ધમકી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક