• શનિવાર, 14 માર્ચ, 2026

મોરબીમાં વૃદ્ધાને મરવા મજબૂર કરનારા આરોપીઓની ધરપકડ

મોરબી, તા.1ર: મોરબીમાં કંડલા બાયપાસ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ પાડોશીઓના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધાની ઘટનામાં પોલીસે વૃદ્ધાને મરવા મજબૂર કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સવિતાબેન પાચોટિયાએ પાડોશીઓના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા સુસાઈડ નોટમાં દર્શાવેલા આરોપીઓ મનોજ આદ્રોજા, વિશાલ ઘોડાસરા, નિલેશ બારૈયા, ભાવિક વિરમગામા, કેવલ વિરમગામા, રમણીક ઉર્ફે ધામી, નાનજી જીવાણી અને વિલાસબેન સવસાણીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ વૃદ્ધાને ગાળો આપતા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા અને એક તબક્કે કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક