સુરત,તા.14: સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શેર ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપિયા મેળવી લઇ દુબઇ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસતા ફરતા આરોપીને સુરત એરપોર્ટ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અગાઉ આ ગુનામાં 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં 1500 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન થયાનુ ખુલ્યું હતું. ઉપરાંત આરોપીઓ દ્વારા શેર અને કરન્સી ટ્રાડિંગમાં ઉંચુ વળતર આપવાના બહાને રૂ. 4.26 કરોડની છેતરાપિંડી કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત તા.
21 જુન 2025ના રોજ આઈવી ટ્રેડ ઓફીસ નં.914, બિલ્ડીંગ બી, પ્રગતિ આઇ.ટી.પાર્ક, વી.આઇ.પી.સર્કલ
પાસે, ઉત્રાણ ખાતે ખાનગી બાતમી આધારે દરોડો પાડી તપાસ કરતા તપાસ દરમિયાન ગુન્હાહિત
પ્રવૃતિ જણાય આવતા સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફીસ નં.1123, 11 મો માળ, ધ સ્પાયર-2,
શીતલ પાર્ક ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતેની ઓફીસ ખાતે દરોડો પાડ્યો હતો. જેની
તપાસ દરમિયાન ભારતીય નાગરીકોને ઉંચા રોકાણની લોભ લાલચ આપી કોઇ પણ જાતના વેલીડ લાયસન્સ
વગર ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપીંડીથી ઓનલાઇન તેમજ આંગડીયા મારફતે નાણાકીય વ્યવહારો
કરાવી મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમમાં રોકાણ કરાવી તથા આ નાણા ફેરવવા તેમજ સાયબર ક્રાઇમ
આચરવા માટે ખોટી કંપનીઓ ઉભી કરી હોવાની હકીકત જણાઇ આવતા પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ
કરી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપી અલ્પેશ લાલજી વઘાસીયા દુબઇ ખાતેથી ભાગી ગયો હોઈ તે આરોપીને સુરત ખાતેથી પકડી પાડવામાં
આવ્યો હતો.