કોન્ફિડેન્સ
પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડ અને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી જવાબ માગ્યો
મુંબઈ,
તા. 13 : બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે અછત વચ્ચે ઘરેલૂ આપૂર્તિની કિંમતે એલપીજીના
નિકાસને પ્રાથમિકતા આપવાના આરોપો મુદ્દે કેન્દ્ર સરકાર અને કોન્ફિડેન્સ પેટ્રોલિયમ
ઈન્ડિયા લિમિટેડને નોટિસ ફટકારી છે. આ હરજી છ એલપીજી ડિલરો દ્વારા દાખલ કરવામાં આવી
હતી. જસ્ટિસ અનિલ એસ કિલોર અને જસ્ટિસ રાજ ડી વાકોડેની ખંડપીઠે મુદ્દાને ગંભીર અને
ખુબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.
અદાલતે
નિર્દેશ આપ્યો હતો કે જ્યાં સુધી અરજી ઉપર અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી સીપીઆઈએલએ
સુનિશ્ચિત કરવું પડશે કે ઘરેલુ ઉપયોગ માટે એલપીજી ભંડાર અને આપૂર્તિ કેન્દ્ર સરકારની
વર્તમાન નીતિ અનુસાર જ થાય. હવે આ મામલે આગામી સુનાવણી 17 માર્ચના રોજ કરવામાં આવશે.
અરજકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં સપ્લાઈ
ચેનની સ્થિતિ ગંભીર છે. ડીલર પોતાની 100 ટકા જરૂરિયાત સીપીઆઈએલથી પૂરી કરી છે. જો કે
હવે તેઓ નાગપુર અને આસપાસના જિલ્લામાં માગ પૂરી કરવા અસમર્થ છે. અરજકર્તાઓનો આરોપ છે
કે સીપીઆઈએલ ઉંચા વૈશ્વિક ભાવનો ફાયદો ઉઠાવવા માટે એલપીજીનો એક મોટો હિસ્સો આંતરરાષ્ટ્રીય
નિકાસ માટે મોકલે છે.