• રવિવાર, 15 માર્ચ, 2026

સાચી પરીક્ષા વનડે વિશ્વકપમાં થશે : ગાંગુલી

ગૌતમ ગંભીરને પૂર્વ ભારતીય કેપ્ટને કર્યો સચેત

નવી દિલ્હી, તા. 14 : ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની આગેવાની અને ગૌતમ ગંભીરના કોચિંગમાં ટી20 વિશ્વકપ ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબી જીત સાથે ગૌતમ ગંભીર ભારતીય ટીમનો એકમાત્ર એવો કોચ બની ગયો છે જેઓએ પોતાના કાર્યકાળમાં ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી20 વિશ્વકપનો ખિતાબ જીતાડવામાં સફળતા મેળવી છે. હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરને એક સૂચન આપ્યું છે. જેમાં આગામી વનડે વિશ્વકપ માટે સચેત થઈ જવા કહેવામાં આવ્યું છે.

એક ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, વ્હાઈટ બોલ (વનડે)માં ગૌતમ ગંભીરની સાચી પરીક્ષા 2027મ દક્ષિણ આફ્રિકામાં થવાની છે. ત્યાંની સ્થિતિ ગંભીરની પરીક્ષા લેશે. જો કે તેને આશા છે કે તેમની પાસે જે ટીમ છે તેનાથી સફળતા મળશે. ગાંગુલીએ કહ્યું હતું કે ગંભીર અને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનને સુધારવાની જરૂરિયાત છે. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે રેડ બોલ મુકાબલામાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ગાંગુલીએ ગંભીરને પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. ગાંગુલીએ કહ્યું હતું કે ગૌતમ ગંભીર સારો કોચ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા પોતે કહ્યું હતું કે ગંભીરને થોડો સમય આપવાની જરૂરિયાત છે. હવે ગંભીર આઈપીએલ સીઝનના સમાપન બાદ ધ્યાન ટેસ્ટ અને વનડે ઉપર કેન્દ્રિત કરશે. ગંભીરે કહ્યું હતું કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચે તેનો રસ્તો શોધવા ઉપર કામ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક