• રવિવાર, 15 માર્ચ, 2026

પાકિસ્તાને ઈસ્લામાબાદમાં બે વિસ્ફોટક ડ્રોન તોડયાં

અફઘાનિસ્તાને સૈન્ય ઠેકાણાઓને બનાવ્યાં નિશાન

ઈસ્લામાબાદ, તા.14 : પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં સલામતી એજન્સીઓએ વિસ્ફોટકોથી લદાયેલાં બે ડ્રોન તોડી પાડયાં હતાં. મીડિયા અહેવાલ અનુસાર એક ડ્રોન ફૈઝાબાદ વિસ્તાર પાસે  જ્યારે બીજા ડ્રોનને આઈ-નાઈન સેક્ટર પાસે તોડી પડાયું હતું. આ પહેલાં અફઘાનિસ્તાને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કોહાટ ક્ષેત્રમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાને ગુરૂવારે રાત્રિના અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ અને કંધાર ક્ષેત્રમાં હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં છ લોકોનાં મોત થયાં હતા અને 15ને ઈજા પહોંચી હતી. દરમ્યાન, પાકિસ્તાન એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાનો સામાન્ય રીતે ચાલી રહી છે અને એરપોર્ટ બંધ હોવાની વાત અફવા છે.

તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે પાકિસ્તાને ખાનગી વિમાન કંપની ‘કામ એર’ના ઈંધણ ડેપો પર હુમલો કર્યો હતો. આ હુમલાનો જવાબ આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક