સનરાઇઝર્સને
રાહત : કેપ્ટન કમિન્સ ફિટ
બેંગ્લુરુ,
તા.13: આઇપીએલ-2026 સીઝનના પ્રારંભ અગાઉ વર્તમાન ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની
ચિંતા વધી છે. ટીમનો અનુભવી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવૂડનું ઇજાને લીધે આઇપીએલમાં
રમવું શંકાસ્પદ છે. તે લાંબા સમયથી હેમસ્ટ્રિંગ અને અન્ય ઇજાની સમસ્યાથી પીડિત છે.
આથી તેણે એશિઝ સિરીઝ ગુમાવી હતી. આ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપનો પણ હિસ્સો બની શક્યો ન
હતો. તે મેદાન પર ક્યારે વાપસી કરી શકશે તે વિશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોઇ જાણકારી
આપી નથી. જો હેઝલવૂડ આઇપીએલની બહાર થશે તો આરસીબીને મોટો ફટકો પડશે કારણ કે 202પના
વિજેતા અભિયાન દરમિયાન તેણે 12 મેચમાં 22 વિકેટ ઝડપીને આરસીબીને ચેમ્પિયન બનાવવામાં
મોટું યોગદાન આપ્યું હતું. હેઝલવૂડ તેની પૂરી કેરિયર દરમિયાન વારંવાર ઇજાનો સમાનો કરી
રહ્યો છે. તેના નામે 39 આઇપીએલ મેચમાં પ7 વિકેટ છે.
આઇપીએલ-2026
સીઝનમાં આરસીબીનો પહેલો મેચ 28 માર્ચે સનરાઝર્સ હૈદરાબાદ સામે છે. જેનો કેપ્ટન પેટ
કમિન્સ પણ ફિટનેસ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો કે તેણે સંકેત આપી દીધો છે કે તે
હવે ફિટ છે અને આઇપીએલ રમવા તૈયાર છે.