મોરબી,
તા.14 : અમદાવાદ રાજકોટ હાઇ વે પર દારૂ ભરેલો ટ્રક નીકળવાનો હોવાની બાતમીના આધારે વાંકાનેર
તાલુકા પોલીસે વોચ ગોઠવી ટ્રક પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની
બોટલ અને ટીન મળી રૂ.1.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજકોટ - અમદાવાદ રોડે
રાજસ્થાન પાસિંગનો એક ટ્રક દારૂ ભરીને પસાર થવાનો હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા
પોલીસે વોચ ગોઠવી હતી બાતમી વાળોન ટ્રક આવતો જોઈ પોલીસે ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી
28,584 બોટલ વિદેશી દારૂ તથા 3168 બોટલ ટીન મળ્યા હતા.પોલીસે ટ્રક ટીન અને દારૂ મળી
કુલ રૂ.2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક લલિતકુમાર પ્રતાપજી
ખરાડીની ધરપકડ કરી માલ મોકલનાર અને મેળવનારની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીની
મોડસ ઓપરેન્ડી જાણવા મળી હતી, આરોપી પોલીસ પકડથી બચવા માટે ખાદ્ય પદાર્થના ખોટા બિલ
પોલીસને પધરાવતા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.