• રવિવાર, 29 માર્ચ, 2026

મોદી 31મીએ ગુજરાતને આપશે 5,295 કરોડનાં વિકાસકામોની ભેટ

-એકલાં અમદાવાદમાં જ રૂ. 4,640 કરોડના 32 પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

-ઐતિહાસિક નગરી વડનગરમાં હેરિટેજ ટાઉન અને માર્ગ સૌંદર્યીકરણ પ્રોજેક્ટનું થશે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ, તા.28 : ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં વધુ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રૂ. 5,295 કરોડથી વધુના 44 વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે. જેમાં અંદાજિત રૂ. 3,427.14 કરોડનાં 26 કામનું ખાતમુહૂર્ત અને રૂ. 1,868.40 કરોડના 18 કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ અમદાવાદ મનપાના રૂ. 4,640.12 કરોડનાં કુલ 32 પ્રકલ્પ, ગાંધીનગર મનપાનાં રૂ. 304.82 કરોડના 7 પ્રકલ્પ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. 272.86 કરોડનાં 3 પ્રકલ્પ તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂ. 77.74 કરોડનાં બે પ્રકલ્પનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.

ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 34.45 કરોડના ખર્ચે ‘હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ’ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે સાથો સાથે, પાટણમાં વડાપ્રધાન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે રૂ. 43.29 કરોડના ખર્ચે ફાટક નંબર 41-એ (LC-41A) પર 898 મીટર લાંબો થ્રી-લેગ રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરી અંદાજે બે લાખ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે.

મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદનાં સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા 271.20 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદનાં સાણંદ ખાતે આશરે 2,056 હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં 1,150થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે ઋઈંઉઈ દ્વારા બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે ‘ઝીરો વોટર લાગિંગ’ ઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે.

1963માં સ્થપાયેલી રાજ્યની સૌથી જૂની વસાહતોમાંની એક એવી નરોડા ઔદ્યોગિક વસાહતને પણ નવું કલેવર આપી અહીં 27.20 કરોડના ખર્ચે  વિવિધ કામો પૂર્ણ કરાયા છે. આ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણથી સાણંદ અને નરોડાના હજારો લઘુ અને મોટા ઉદ્યોગોને સીધો ફાયદો થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અરણીટીંબા ગામે ક્રૂર જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, શ્વાને ફાડી ખાધી વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ફોરેન્સિક માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી March 29, Sun, 2026