• રવિવાર, 17 મે, 2026

ભારતમાં પહેલીવાર ઝડપાયું ‘જેહાદી ડ્રગ

ભારતનો ટ્રાન્ઝિટ ક્ષેત્ર તરીકે ઉપયોગ કરી ખેપ મધ્યપૂર્વમાં પહોંચાડવાની હતી : સીરિયાના નાગરીકની ધરપકડ

મુન્દ્રા પોર્ટ અને દિલ્હીના નેબ સરાય વિસ્તારમાંથી 182 કરોડ રૂપિયાનું 200 કિલો કેપ્ટાગોન ઝડપતું એનસીબી

નવી દિલ્હી, તા. 16 : દેશમાંથી પહેલી વખત કેપ્ટાગન નામના ડ્રગની એક મોટી ખેપ પકડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓપરેશન રેઝપિલ હેઠળ 182 કરોડ રૂપિયાના કેપ્ટાગન ડ્રગની ખેપ ઝડપવામાં આવી છે. જેને આતંકવાદી નેટવર્કમાં ‘જેહાદી ડ્રગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જાણકારી અનુસાર આ ડ્રગ્સ ગુજરાતના મુન્દ્રા પોર્ટ અને દિલ્હીના નેબ સરાય વિસ્તારમાંથી બરામદ થયું હતું. તપાસ એજન્સીઓ અનુસાર અંદાજીત 200 કિલો કેપ્ટાગોન સીરિયાથી ભારત પહોંચ્યું હતું અને તેને સાઉદી અરબ મોકલવાની તૈયારી હતી. ડ્રગ્સને ઉનના કંસાઈનમેન્ટના રૂપમાં ઘોષિત કરીને કંટેનરમાં છુપાવીને લવાયું હતું. જયારે દિલ્હીમાં ચાની ભૂકીના ડબ્બામાં છુપાવાયું હતું.  કેન્દ્રની મોદી સરકાર લાંબા સમયથી નશામુક્ત ભારત અભિયાન ચલાવી રહી છે. જેના હેઠળ એનસીબીએ એક વિશેષ અને ગુપ્ત અભિયાન ઓપરેશન રેઝપિલ ચલાવ્યું હતું. આ ઓપરેશન હેઠળ એજન્સીએ 182 કરોડ રૂપિયાના સિંથેટિક ડ્રગ કેપ્ટાગનને જપ્ત કર્યું છે. આ વિશિષ્ટ ડ્રગની આ અત્યાર સુધીની પહેલી જપ્તી છે. ગુપ્ત જાણકારી અનુસાર આ ડ્રગ ભારતમાં વેચવા માટે નહોતું પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરો ભારતીય ક્ષેત્રનો ઉપયોગ એક ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરી રહ્યા છે. ખેપને મધ્ય પૂર્વના દેશમાં મોકલવાની હતી.

આ મામલે એક વિદેશી નાગરીકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું છે કે, ભારતમાં ઘૂસનારા કે ભારતને ટ્રાન્ઝિટ રૂટ બનાવનારા ડ્રગ્સના એક એક ગ્રામ (જુઓ પાનું 10)

ઉપર કડકાઈથી સકંજો કસવામાં આવશે. કેપ્ટાગન એક સિંથેટિક ઉત્તેજક ડ્રગ છે. જે મુખ્ય રીતે અમ્ફેટેમિન પરિવારનો હિસ્સો છે. આ સીધી રીતે માણસની નર્વસ સિસ્ટમ ઉપર પ્રહાર કરે છે. ડ્રગ લીધા બાદ વ્યક્તિની ઉંઘ, થાક અને ભૂખ પૂરી રીતે ખતમ થાય છે. વધુમાં ડોપામાઇનની અસર ઝડપથી વધારે છે. જેનાથી અત્યાધિક ઊર્જા અને યુફોરિયાનો અનુભવ થાય છે.

આ ડ્રગનો સૌથી વધારે ઉપયોગ સીરિયા અને મધ્ય પૂર્વમાં સક્રિય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને આઇએસઆઇએસના આતંકવાદીઓ ડ્રગનું સેવન કરે છે. જેનાથી તેઓ આતંકી પ્રવૃત્તિમાં વધારે હિંસા ઉમેરી શકે છે. આ ઉપરાંત તેના વેચાણથી આતંકવાદી સંગઠનો કમાણી પણ કરે છે. 1986મા ડબલ્યૂએચઓ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓએ કેપ્ટાગન ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે બાદમાં અવૈધ નિર્માણ શરૂ થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક