ખંભાળિયા, તા.16: દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયાકાંઠેથી એસ.ઓ.જી. પોલીસની ટીમે પેટ્રાલિંગ દરમિયાન 61.50 લાખની કિંમતનો 1.230 કિલો બિનવારસુ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ કરંટને કારણે માદક પદાર્થો તણાઈ આવવાની શક્યતાને પગલે પોલીસ વડાની સૂચનાથી ફૂટ પેટ્રાલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું, જે દરમિયાન જોડિયાપીરની દરગાહ સામેથી આ પેકેટ મળી આવ્યું હતું.
આ મામલે
દ્વારકા પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ વહેણને કારણે બિનવારસુ કેફી દ્રવ્યો
મળવાની ઘટનાઓ વધતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે અને સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં રાઉન્ડ
ધ ક્લોક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.