• શનિવાર, 13 જૂન, 2026

રાજકોટ : બેટી રામપર નજીક ટ્રીપલ અકસ્માતમાં ત્રણના મૃત્યુ : પાંચ ઘાયલ

કારખાનેથી નોકરી પતાવી પરત પોતાના ઘરે મોટી મોલડી જતી વખતે સર્જાઈ દુર્ઘટના

 

રાજકોટ,તા.12:રાજકોટના બેટી રામપર નજીક આજે ટેન્કર, ટ્રક અને ઇક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇક્કોમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ભાગોડે આવેલા બેટી રામપર નજીક આજે સાંજના સમયે ટેન્કર,ખટારો અને ઇકો કાર વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોમાં સવાર ધુનાભાઈ ડાભી (ઉવ.25),લાભુબેન મેઘાણી(ઉવ.55)અને વિલાસબેન વિનુભાઈ મેઘાણી (ઉવ.22)ના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યા હતા જયારે અન્ય સવાર રમેશભાઈ ગગજીભાઇ ડાભી,લીલાબેન રમેશભાઈ ડાભી,પુરીબેન દિનેશભાઈ ડાભી,શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી અને પ્રકાશ ભાઈને ગંભીર ઈજાઓ થવાના કારણે તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતા રાજકોટની કુવાડવા અને એરપોર્ટ પોલીસ બંને ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને ક્લીયર કરી રોડ ફરી કાર્યરત કર્યો હતો,પોલીસે સારવારમાં ખસેડાયેલા ઈજા ગ્રસ્તો પાસે દોડી જઈ બનાવ અગેનું નિવેદન નોંધ્યું હતું જેમાં જાણવા મળ્યું હતુકે કારમાં સવાર તમામ લોકો ચોટીલા પંથકના મોટી મોલડી ગામના રહેવાસી છે અને રાજકોટ નજીક આવેલી કુચીયાદળ જી.આઈ.ડી.સી.માં બેગના બનાવતી કંપનીમાં નોકરી કરવા માટે નિયમિત આવતા હોઈ છે,પોલીસે તમામ ઈજા ગ્રસ્તોના નિવેદન નોંધી બનાવ અંગે નું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.એકજ ગામના ત્રણ વ્યક્તિના મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.   

ઇ-પેપરના નવા શુલ્ક