દિલ્હી હાઈ કોર્ટે કાનૂનમાં વ્યક્તિનો અર્થ પુરૂષ થાય છે તેવો તર્ક ફગાવ્યો
નવી
દિલ્હી, તા. 15 ઃ સામૂહિક દુષ્કર્મના એક કેસમાં મહિલાને આરોપી બનાવવાના મહત્વપુર્ણ પ્રશ્ન ઉપર દિલ્હી હાઈ કોર્ટ દ્વારા મોટો નિર્ણય
પસાર કરવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ અનૂપ જયરામ ભંભાણીની પીઠે ચુકાદામાં કહ્યું છે
કે મહિલા ઉપર પણ સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાડી શકાય છે, ભલે તેણે શારીરિક રૂપથી દુષ્કર્મ
ન કર્યું હોય.
નિર્ણયમાં
અદાલતે ટિપ્પણી કરી હતી કે, જે સીડી પકડે છે તે પણ ચોર જેટલો જ દોષિત છે. પીઠે કહ્યું
હતું કે, ભારતીય દંડ સંહિતાની ધારા 376 ડી અને ભારતીય ન્યાય સંહિતાની ધારા 70 હેઠળ
સામૂહિક દુષ્કર્મનો આરોપ મુકી શકાય યછે. અદાલતે તર્ક ફગાવ્યો હતો કે કાનૂનમાં વ્યક્તિ
શબ્દનો અર્થ માત્ર પુરૂષ થાય છે. અદાલતે ઉક્ત ટિપ્પણીઓ સાથે આરોપ નક્કી કરવાના ટ્રાયલ
કોર્ટના નિર્ણયને પડકારતી એક મહિલા અને એક અન્ય આરોપીની અપરાધિક પુનઃસમીક્ષાની અરજીને
ફગાવી હતી.
કેસમાં
આરોપ હતો કે પીડિતાની માતાએ ધમકાવીને બીજા આરોપી સાથે યૌન સંબંધ બનાવવા મજબૂર કરી હતી.
આ ઘટના ડિસેમ્બર 2023થી જુલાઈ 2024 વચ્ચે વારંવાર બની હતી. પીડિતાએ આરોપ મુક્યો હતો
કે યૌન હુમલા દરમિયાન તેની માતા રૂમમાં હાજર
રહેતી હતી. આ કેસમાં આરોપી મહિલાએ અદાલતમાં દલીલ કરી હતી કે ભારતીય ન્યાય સંહિતામાં
દુષ્કર્મની પરિભાષા પુરૂષને અપરાધ કરનારો
બતાવે છે. તેવામાં મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાડી શકાતો નથી. જો કે અદાલતે
દલીલને ફગાવી હતી અને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સામેલ
હોય તો તેને પણ અપરાધ માટે જવાબદાર ઠેરવી શકાય છે. આ માટે પોતે શારીરિક રૂપથી અપરાધ
કર્યો હોય તે જરૂરી નથી.