ઉંચા જહાજ ભાડાં મળતા હોવાથી વૃધ્ધ થયેલા જહાજો પણ પાણીમાં તરે છે
રાજકોટ,તા.
15ઃ (ફૂલછાબ ન્યૂઝ) જૂના જહાજો તોડી પાડવા માટે રિસાયક્લર્સ આકર્ષક ભાવ જહાજ માલિકોને
ઓફર કરી રહ્યા છે છતાં જૂના જહાજોનો પુરવઠો
ઉપલબ્ધ ન બનતો હોવાથી અલંગ સહિતના જહાજવાડાઓમાં જહાજોની તંગી વર્તાય છે. માલ વહન માટે
વપરાતા જહાજોની માગ ખૂબ છે અને ભાડાં સારાં મળતા હોવાથી જહાજ માલિકો તોડવાને બદલે સમુદ્રમાં
તરતા રાખી રહ્યા છે. શીપ રિસાયક્લિગની બજારમાં જૂના જહાજો વેચાણ માટે આવે છે તે થોડા
જૂના બલ્કર્સ, ફેરી અને નાના ગેસ કેરિયર્સ સુધી મર્યાદિત છે.
અલંગના
એક અગ્રણી કહે છે, વરસાદી ઋતુના અંત પછી રિસાયકલર્સને સ્ટીલની નબળી માંગનો સામનો કરવો
પડે છે. જોકે સામે માલવહનમાં જહાજો વપરાતા મળતર સાવ ઘટી ગઇ છે. સામાન્ય રીતે વરસાદી
ઋતુનો અંત બાંધકામ પ્રવૃત્તિ અને સ્ટીલની માંગમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. જોકે
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ સ્થિતિ હોય છે. ભારતમાં માગ સારી છે પણ પુરવઠો ઓછો પડે
છે.
મજબૂત
માલવાહક બજારો જહાજ માલિકોને તેમના જહાજોનો વેપાર ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી
રહ્યા છે, જેનાથી રિસાયક્લિગ માટે જહાજો ધકેલાતા નથી. રિસાયકલર્સ માટે પડકારજનક પરિસ્થિતિ
થઇ ગઇ છે. સ્ટીલ બજાર નબળી છે છતાં જૂના જહાજો ખૂબ ઓછાં મળે છે પરિણામે ખરીદીની ઓફર
ઘટાડી શકાતી નથી.
રિસાયક્લિગ
યાર્ડ્સને સંચાલન જાળવી રાખવા માટે જહાજોના સતત પુરવઠાની જરૂર હોય છે, પરંતુ ઉપલબ્ધ
મર્યાદિત ટનેજને લીધે અત્યારે મુશ્કેલી પડી રહી છે. જહાજ રિસાયાક્લિગ દુષ્કાળને કારણે
જહાજોનો કાફલો વૃદ્ધ થઈ ગયો છે. વૈશ્વિક સ્તરે જૂના જહાજો વૃધ્ધ થઇ ગયા છે અને તેનો
કાફલો વધી ગયો છે. બીજી તરફ રિસાયાક્લિગ માર્કેટમાં મંદી થઇ ગઇ છે.
2026
ના પહેલા નવ મહિનામાં માત્ર 273 જહાજો જ ભાંગવા માટે વેચાયા હતા.પાછલા વર્ષ કરતા ઘણા
ઓછા છે. ભારતીય ઉપખંડના ક્રેપ સ્ટીલના ભાવ આ વર્ષે 20-25 ટકા વધ્યા છે પણ સેકન્ડ હેન્ડ
વેચાણ વધારે થયા છે.