• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

કોહલીની સદીથી દીપકે હતો નારાજ

બાંગ્લાદેશ સામે કોહલીની બાટિંગ સમયે અમ્પાયરે

વાઇડ બોલ આપતા અભિજીત દીપકેને નહોતું ગમ્યું

નવી દિલ્હી, તા.15 : દિલ્હીના જંતર-મંતર ખાતે ચૂંટણી પંચ સામે મોરચો માંડયા બાદ કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના સંયોજક અભિજીત દીપકે હવે પોતાના જૂના સોશિયલ મીડિયા નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. વિરોધીઓ દ્વારા તેમના જૂના વિચારોને લઈને ઘેરાબંધી કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટની વિવાદાસ્પદ ભારત બાંગ્લાદેશ મેચ તેની સાથે સંકળાયેલી છે.

તે મેચમાં બાંગ્લાદેશે આપેલા 257 રનના લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં હતી પરંતુ મુકાબલાની અંતિમ ક્ષણોમાં પીચ પર ડ્રામા થયો હતો.

વિવાદનો વળાંક 42મી ઓવરમાં આવ્યો જ્યારે બાંગ્લાદેશી સ્પિનર નસુમ અહેમદે પ્રથમ બોલ લેગ-સ્ટમ્પની બહાર ફેંક્યો. જોકે, અનુભવી અમ્પાયર રિચર્ડ કેટલબરોએ વાઇડ સિગ્નલ આપવાનો ઇનકાર કર્યો હતો. જે વાતનો બાંગ્લાદેશે પણ વિરોધ કર્યો નહોતો. જો તે વાઇડ અપાયો હોત તો સમીકરણ બદલાઈ જાત અને કોહલી સદીથી વંચિત રહી જાત.

મેચ બાદ દીપકેએ અમ્પાયારિંગની નિષ્પક્ષતા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભૂતપૂર્વ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગાનાં જૂનાં નિવેદનને ટાંકીને આઇસીસીને બીસીસીઆઇ સમક્ષ લાચાર ગણાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક