• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

રિંગ વાગતાં જ ખબર પડી જશે કોનો કોલ છે

સાયબર છેતરપિંડી સ્પામ કોલ્સ રોકવા સરકારનો નિર્ણય : પહેલી નવેમ્બરથી અમલ

નવી દિલ્હી, તા. 15 : ટેલિકોમ ક્ષેત્રે સાયબર ફ્રોડ અને સ્પામ કોલ્સ પર લગામ લગાવવા માટે સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 નવેમ્બર, 2026થી દેશના તમામ મોબાઈલ ગ્રાહકો માટે કોલ કરનારી વ્યક્તિનું નામ ફોનની ક્રીન પર દેખાવાની સુવિધા ફરજિયાત થઈ શકે છે. 

આ નવી વ્યવસ્થા હેઠળ હવે જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે માત્ર મોબાઈલ નંબર જ નહીં, પરંતુ કોલ કરનારી વ્યક્તિનું સત્તાવાર નામ પણ ક્રીન પર સ્પષ્ટપણે દેખાશે. દૂરસંચાર વિભાગ દ્વારા કોલરની ઓળખ સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને 13 ઓક્ટોબરના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરી દેવાયો છે.

નવા નિયમ અનુસાર, હવે કોલ કરનારના નંબરની સાથે ટેલિકોમ કંપનીના સબક્રાઇબર રેકોર્ડમાં (સીમ ખરીદતી વખતે) નોંધાયેલું સાચું નામ પણ આઇડેન્ટિટી તરીકે ક્રીન પર દેખાશે.

આ સુવિધાનાં કારણે ગ્રાહકો કોલ રિસીવ કરતા પહેલાં જ નક્કી કરી શકશે કે ફોન ઉપાડવો કે નહીં. ખાસ કરીને વૃદ્ધો અને ઓછું ભણેલા લોકો, જેઓ અજાણ્યા કોલ પર સરળતાથી વાતચીત શરૂ કરીને ઠગાઈનો ભોગ બનતા હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ ઉપયોગી નીવડશે.

કોલર નેમ દર્શાવવાની આ સેવા ટુજી અને થ્રીજી નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે નહીં. માત્ર ચોરજી અને તેનાથી ઉપરના નેટવર્કનો ઉપયોગ કરતા ગ્રાહકો જ આ સુવિધાનો પૂરો ફાયદો ઉઠાવી શકશે.

ક્રીન પર નામ દેખાવાથી સ્પામ અને સ્કેમ કોલ્સ ઓળખવામાં મોટી મદદ મળશે, પરંતુ તેનો અર્થ એ નથી કે નામ દર્શાવતો દરેક કોલ સંપૂર્ણપણે સલામત જ હશે. સાયબર ઠગો ઘણીવાર ફેક આઇડી કે ખોટી ઓળખ બનાવીને પણ કોલ કરી શકે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક