• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

T-20માં ટીમ ઈન્ડિયાના 2000 છગ્ગા

હૈદરાબાદ, તા.15: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 શ્રેણીના ચોથા મુકાબલામાં ભારતીય ટીમને 24 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય વચ્ચે પણ ભારતીય ટીમે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વિરાટ ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યો છે, જે સિદ્ધિ અગાઉ વૈશ્વિક ક્રિકેટમાં માત્ર વેસ્ટ ઈન્ડિઝના નામે જ નોંધાયેલી હતી. ટીમ ઈન્ડિયા હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 કે તેથી વધુ છગ્ગા ફટકારનારી વિશ્વની બીજી ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં રમેલા 297 ટી20 મુકાબલામાં કુલ 45,713 રન નોંધાવ્યા છે અને તેના નામે હવે 2,010 સિક્સર નોંધાઈ ચૂકી છે. આ યાદીમાં કેરેબિયન ટીમ હજુ ટોચ પર છે, પરંતુ ભારત હવે તેના રેકોર્ડની અત્યંત નજીક પહોંચી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ દ્વારા 259 મેચમાં 2,026 છગ્ગા મારવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક