અમેરિકી સાંસદે કહ્યું, જઈંછ પ્રક્રિયામાં 13 કરોડ લોકોનાં નામ હટવાથી ચિંતિત
નવી દિલ્હી, તા. 15 : કોકરોચ
જનતા પાર્ટીના અભિજીત દીપકેને હવે અમેરિકાથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. એક અમેરિકી
સાંસદે ભારત સરકાર ઉપર સવાલ ઉઠાવતા ભારતમાં એસઆઇઆર અંગે થતાં વિરોધ પ્રદર્શનોનું સમર્થન
કર્યું હતું. આટલું જ નહીં એસઆઇઆર પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો. અમેરિકી સાંસદે
આરોપ મૂકતા કહ્યું હતું કે, ભારત સરકારે દેશના 13 કરોડ લોકોનાં નામ મતદાર યાદીમાંથી
હટાવ્યાં છે અને આ પ્રક્રિયાથી તેઓ ચિંતિત છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે
અભિજીત દીપકે અને સીજેપી ઉપર અમેરિકી ફન્ડિંગના આરોપ લાગી રહ્યા છે.
અભિજીત દીપકે અને સીજેપીનાં પ્રદર્શન
મુદ્દે ટિપ્પણી ભારતીય મૂળના જ સાંસદે કરી છે. જેનું નામ પ્રમિલા જયપાલ છે. એક નિવેદનમાં
પ્રમિલાએ ટ્રમ્પની રીત અને ભારત સરકારની રીતોને એક જેવી ગણાવી હતી અને કહ્યું હતું
કે મતદાર યાદીમાંથી નામ દૂર કરીને લોકોના અધિકારોને છીનવી લેવાયા છે. પ્રમિલા ડેમોક્રેટિક
પાર્ટીનાં સાંસદ છે. પ્રમિલાએ સોશિયલ મીડિયા મારફતે એસઆઇઆર ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને
કહ્યું હતું કે ભારતમાં 13 કરોડ લોકોનાં નામ એસઆઇઆર મારફતે હટાવવાની પ્રક્રિયાથી પોતે
ચિંતિત છે.
નેહા બોરા, દીપકેની પ્રેસ કોન્ફરન્સમાં
હંગામો
નેહાએ દિનકરની કવિતાથી શરૂઆત
કરતા નારેબાજી થઈ : સંબોધન અટકાવવું પડયું
નવી દિલ્હી, તા. 15 : દિલ્હીમાં
ગુરુવાર નેહા બોરા, અભિજીત દીપકે, અભિનેતા પ્રકાશ રાજની પ્રેસ કોન્ફરન્સમાં જોરદાર
હંગામો થયો હતો. નેહા બોરાએ કોન્ફરન્સની શરૂઆત રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની રચના
રશ્મિરથીની એક કવિતાથી કરી હતી અને ‘જંજીર બઢાકર સાધ મુજે, હાં હાં દુર્યોધન બાંધ મુજે’
કડી બોલી હતી. નેહા બોરાની આ વાત ઉપર દર્શકો તરફથી હંગામો શરૂ થયો હતો અને બહાર જાવ,
બહાર જાવના નારા લાગ્યા હતા. નેહા વારંવાર સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી પણ હંગામો
યથાવત્ રહેતા સંબોધન બંધ કરવું પડયું હતું.
નેહા બોરાને પોતાની વાત પૂરી કરવા ન દેવાયા બાદ અભિજીત દીપકેએ સંબોધન શરૂ કરીને
લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. વધુમાં પ્રેસ ક્લબના પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો
કે હંગામો કરનારા લોકોને બહાર કરવામાં આવે. આ અગાઉ નેહા બોરાએ કહ્યું હતું કે, આંદોલન
એસઆઇઆર અને સીઇસી જ્ઞાનેશ કુમાર સામે છે. આ આંદોલન પૂરા દેશ માટે છે, કોઈ પક્ષનું આંદોલન
નથી. જો કે હંગામો શરૂ થતાં જે નેહા બોરાને બોલવાની તક મળી નહોતી.