• શનિવાર, 27 જુલાઈ, 2024

વધુ એક કાંકરીચાળો : અરુણાચલ પ્રદેશનાં 30 સ્થળનાં નવા નામ જારી કરતું ચીન !

- ભારતે ચીનની હરકતને ફગાવી: અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ, કાલ્પનિક નામોથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી

 

નવી દિલ્હી, તા.1 : અરુણાચલ પ્રદેશ ઉપર છાસવારે દાવો કરનારા ચીને વધુ એકવાર કાકરીચાળો કર્યો છે. ચીને ભારતનાં આ રાજ્યનાં વિભિન્ન સ્થાનો માટે 30 નવા નામોની એક યાદી જારી કરી નાખી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં સ્થળોનાં નામ બદલી નાખવાની આ હરકતને ભારત સામી છાતીએ ખારિજ કરે છે. ભારતનું કહેવું છે કે, આ રાજ્ય ભારતનું અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામો રાખી દેવાથી આ વાસ્તવિકતામાં કંઈ ફર્ક પડવાનો નથી.

છેલ્લાં સાત વર્ષમાં આ ચોથી વખત છે, જ્યારે ચીને અરુણાચલમાં સ્થાનોનાં નામ બદલ્યાં છે. ચીને એપ્રિલ 2023માં પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળનાં નામ બદલી નાખ્યાં હતાં. ચીને છેલ્લા 5ાંચ વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. આ પહેલાં ચીને 2021માં 15 અને 2017માં છ સ્થળનાં નામ બદલ્યાં હતાં.

ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ચીનનાં નાગરિક બાબતોનાં મંત્રાલયે જંગનાનમાં નદીઓ અને પહાડો સહિતનાં સ્થળોની ચોથી સૂચિ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન તરીકે ઓળખાવે છે અને દક્ષિણ તિબેટનાં હિસ્સા તરીકે તેનાં ઉપર દાવો કરતું રહે છે.

ગ્લોબલ ટાઈમ્સમાં આપવામાં આવેલા નામો ચીની ભાષામાં છે. જેમાં અરુણાચલનાં 11 રહેણાક વિસ્તાર, 12 પહાડ, ચાર નદી એક તળાવ અને એક મેદાની વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં પ્રવાસ કરીને સૈન્ય ટનલનું ઉદ્દઘાટન કર્યુ હતું ત્યારબાદથી ચીનને ઉચાટ થઈ ગયો છે. તેના તરફથી સતત આ રાજ્ય વિશે નિવેદનબાજીઓ અને દાવા કરવામાં આવી રહ્યાં છે. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે તેને જડબાતોડ જવાબ વાળતા કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને તેના કોઈપણ સ્થળનાં નામ બદલી નાખવાની કવાયતને ખારિજ કરવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024