• બુધવાર, 01 મે, 2024

નડિયાદ પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી: 10નાં મૃત્યુ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર રોંગ સાઈડમાં ઓવરટેક કરવા જતા ગોઝારા અકસ્માતમાં 8ના ઘટના સ્થળે,  બેના હોસ્પિટલમાં મૃત્યુ

અમદાવાદ, તા. 17 : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર આજે બપોરે નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જીજે-ર7-ઈસી-રપ78 નામની અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. જેના કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહેંચી ગઈ હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર બુધવારે નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં 8ના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ફૂરચો બોલી ગયો હતો.

આ બનાવની જાણ 108 અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહેંચી ગઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે  ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહોને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં બેઠેલા અમદાવાદના યોગેશ પંચાલ, રાજસ્થાનના સુરેન્દ્રસિંહ રાવત (ડ્રાઈવર), વડોદરાના જયશ્રી મિત્રી, વડોદરાના નીલકુમાર ભોજાણી, મુંબઈના શાહબુદ્દીન અંસારી, વાપીના અમિત સોલંકી, ઉષાબેન અમિતભાઇ સોલંકી, દક્ષ અમિતભાઇ સોલંકી અને ડિસાના હૈતિક સોનીનું મૃત્યુ નીપજ્યું હતું.

આસપાસના રહીશોના અનુસાર અમે ધડાકાભેર અવાજ સાંભળ્યો ત્યારે એણે અહીં દોડી આવ્યા હતા. જેમાં કારનો ફૂરચો બોલી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર રીતે  થયો હતો કે લોકોના મૃતદેહને કારના પતરા તોડીને બહાર કાઢવા પડયા હતા. અકસ્માત થયા બાદ લોકેએ ક્રેઈન બોલાવી હતી અને જીવતા બે વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયુ હતું. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે પુણેથી જમ્મુ જતા ટ્રેલરમાં ખામી સર્જાતા તે ડાબી બાજુ ઉભુ હતું પરંતુ અર્ટીગા કારે ડાબી બાજુથી ઓવરટેક કરતા અને કાર સ્પીડમાં હોવાથી કંટ્રોલ થઈ શકી નહીં હોવાથી આ અકસ્માત સર્જાયો હશે તેમ મનાય છે. આ અકસ્માત થતા તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કારમાં કોઈ એક જ પરિવારના નથી. તેથી ડ્રાઈવરે અમિતસર્કલથી આ તમામ અમદાવાદ આવતી સવારી લીધી હશે તેમ મનાય છે. નોંધનીય છે કે અમિતનગર સર્કલથી અમદાવાદ આવનારાઓની સંખ્યા વધુ હોય છે અને બસની પ્રતીક્ષા કરવાને પ્રાયવેટ કારમાં જલ્દી પહેંચવા માટે બેસી જતા હોય છે.

અકસ્માત એટલો તો ભયાવહ હતો કે કવરકપ ઉછળીને 20 મીટર નીચે પડયું

અર્ટિગા ગાડી ટેન્કરમાં ઘુસી ગઈ તે સમયે ખૂબ મોટો અવાજ આવ્યો હોવાનું 500 મીટર દૂર હાજર તબીબે જણાવ્યુ. જો કે, તેનો બીજો પુરાવો એ પણ છે કે, આ અર્ટિગા ગાડી ઓવરસ્પીડમાં ટેન્કરમાં અથડાતાની સાથે જ આગળના આખા ભાગનું કચ્ચરઘાણ વળી ગયુ હતુ અને અર્ટિગા ગાડીના આગળના ટાયરમાંથી મેગ્વીલનું કવર કપ એક્સપ્રેસ-વેથી 10 મીટર ઉંચે ઉછળી અને 20 મીટર નીચે બાજુના કાચા રસ્તા પર પડયું હતું. જેના પરથી અકસ્માત કેટલો ભયાવહ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.

મૃતકોના નામ

1. યોગેશભાઈ નરેન્દ્રભાઇ પંચાલ (રહે. હેમલપાર્ક તક્ષશિલા વિદ્યાલય અમદાવાદ)

2. સુરેન્દ્રાસિંહ અમરાસિંહ રાવત (રહે.ભીલવાડા રાજસ્થાન (ડ્રાઈવર))

3. નીલકુમાર મુકેશભાઈ ભોજાણી (રહે.29, દયાલનગર  સોસાયટી વારસિયારોડ વડોદરા)

4. જયશ્રીબેન મિસ્ત્રી મનોજભાઈ (રહે. ગણેશનગર સોસાયટી, વડોદરા)

5. શાહબુદ્દીન અન્સારી (રહે.મુંબઇ વેસ્ટ)

6. સોલંકી અમિતભાઈ મનુભાઈ (રહે. વલસાડ)

%. હૈતિક સોની (રહે. ડીસા)

8.દક્ષ અમિત ભાઇ સોલંકી (રહે.વાપી)

9  ઉષાબેન અમિતભાઈ સોલંકી (રહે.વાપી, મૂળ જીતપુરા ગોધરા, પંચમહાલ)

 

ઇ-પેપરના નવા શુલ્ક