• બુધવાર, 01 મે, 2024

ફિર એકબાર... NDA જીતી શકે 372, ‘ઇન્ડિયા’ને માંડ 122 !

લોકસભાના મહાજંગ પહેલા મીડિયાના પોલ ઓફ પોલ્સ- તમામ સર્વેમાં મોદી લહેર, 400 પારને થોડું છેટું છતાં એનડીએનાં શ્રેષ્ઠ પ્રદર્શનનો વરતારો

નવી દિલ્હી, તા.17 : લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ એવું નીકળે છે કે એનડીએને ઓછામાં ઓછી 37ર બેઠક મળી રહી છે. જેથી વડાપ્રધાન મોદી સરળતાથી ત્રીજીવાર સત્તારૂઢ થશે. પોલ ઓફ પોલ્સ અનુસાર આ વખતે એનડીએ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરી શકે છે. ર014માં એનડીએએ 336 અને ર019માં 3પ3 બેઠક

જીતી હતી.

પોલ ઓફ પોલ્સ અનુસાર આ વખતે એનડીએનો આંક ઓછામાં ઓછો 37ર રહી શકે છે. 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનો 19 એપ્રિલથી આરંભ થશે. જે પહેલા ઘણાં મીડિયા હાઉસોએ સર્વે એજન્સીઓ સાથે મળીને પોતપોતાના સર્વે અને ઓપિનિયન પોલ જારી કર્યા છે. જેની સરેરાશ કાઢીને એનડીટીવી એવાં તારણ પર પહોંચ્યું છે કે વિપક્ષોનું ઇન્ડિયા મહાગઠબંધન આ વખતે 1રર બેઠક પર સમેટાઈ જશે. એનડીએ અને ઇન્ડિયા સિવાય 49 બેઠક અન્ય દળો જીતી શકે છે. યુપીમાં ભાજપની લહેર ફરી વળશે અને કોંગ્રેસનો તેના જ ગઢમાં ક્લીનસ્વિપ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપા કમાલ કરી શકે છે. રાજ્યમાં ઉદ્ધવની શિવસેનાને સૌથી વધુ 6 બેઠક મળે તેવી સંભાવના છે.

એબીપી-સી વોટરના નવા સર્વે મુજબ એનડીએ 373 બેઠકો જીતી શકે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 1પપ અને 1પ બેઠક અન્ય દળો જીતી શકે છે. ટાઇમ્સ-ઇટીજીએ ત્રણવાર સર્વે કરાવ્યો છે જેમાં એપ્રિલના સર્વે અનુસાર એનડીએ 386 બેઠક જીતી શકે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 118 અને 39 બેઠક અન્ય દળોને ફાળે જઈ શકે છે. ટીવી 9 ભારત વર્ષ અને પોલસ્ટ્રાટના એપ્રિલના સર્વે અનુસાર એનડીએ 36ર અને ઇન્ડિયા ગઠબંધન 149 તથા અન્ય દળોને 3ર બેઠક મળી શકે છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વે અનુસાર ભાજપનાં નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 393 લોકસભા બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનાં ઇન્ડિયા ગઠબંધનને માત્ર 99 બેઠક મળી શકે છે. પ1 બેઠક અન્ય દળો જીતે તેવી સંભાવના છે. ઝીના મેટ્રીઝ સાથેના સર્વેમાં એનડીએને 377 અને ઇન્ડિયાને માત્ર 94 બેઠક મળતી હોવાનો અંદાજ દર્શાવાયો છે. અપક્ષો આ વખતે 7ર બેઠક કબજે કરી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક