• બુધવાર, 01 મે, 2024

અમિત શાહનો આજે મેગા રોડ શો : કાલે ઉમેદવારી ફોર્મ ભરશે

આજે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા  અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કરશે

અમદાવાદ, તા. 17 :  ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ તા.18 એપ્રિલના રોજ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં વ્યાપક વિજય શંખનાદ રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 8.00 કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે.

સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (અઙખઈ સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડીએ સમાપન થશે. સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી અમિતભાઈ શાહના રોડ શોની શરૂઆત થશે. જે.પી. ગેટ (કલોલ શહેર), ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી, ખુની બંગલા તળાવ રોડ, ટાવર ચોકે સમાપન થશે. બપોરે 3.00 કલાકે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે. સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, વિનુ માંકડ મ્યુનિસિપલ સ્વામિંગ પુલ, રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ, ચાંદલોડિયા રોડે સમાપન થશે. સાંજે 4.30 કલાકે ઘાટલોડિયા ખાતે અમિતભાઈ શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે. ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક, નિર્ણયનગરમાં પૂરો થશે. સાંજે 5.30 કલાકે નારણપુરામાં અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે.રન્ના પાર્ક, ચાય વાલે, પટેલ ડેરી, અઊઈ બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કૂલ, ક્રિષ્ના ડેરીએ સમાપન થશે. સાંજે 6.30 કલાકે વેજલપુરના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શોની શરૂઆત થશે. જીવરાજ પાર્ક, તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ, કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુરમાં સમાપન અને જાહેરસભા થશે. કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે અમિત શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સંબોધિત કરશે.

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવાર, 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક