• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

હજુ પણ ઈવીએમ વિવાદ?

લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાંને બે અઠવાડિયાં થયાં પછી ઈવીએમને લઈ ફરી વિવાદ શરૂ થયો છે. ઈવીએમની વિશ્વસનીયતા પર ‘ટેસ્લાના સર્વેસર્વા એલન મસ્કનું કહેવું છે કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અર્થાત્ એઆઈના ઉપયોગથી ઈવીએમ હાઈજેક થવાનો ભય હોય છે. આ ભય ઓછો હોવા છતાં ગંભીર હોવાથી આ મશીનનો વપરાશ બંધ કરવો જોઈએ. તેમના આ નિવેદન પછી ઈવીએમની વિશ્વસનીયતા પર ભારતમાં વિવાદની શરૂઆત થઈ છે.

રાહુલ ગાંધીએ ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને તેની ચકાસણી કરવાની કોઈને પણ પરવાનગી મળતી નથી એમ કહી દેશમાંની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા બાબત ચિંતા અને શંકા વ્યક્ત કરી છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ કરી ભવિષ્યમાંની ચૂંટણીઓ મતપત્રિકા દ્વારા લેવાની માગ કરી છે. શિવસેના નેતા આદિત્ય ઠાકરે, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આનો ઉલ્લેખ કરી મતદાન વેળાના સીસીટીવી ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નિકલ ઈન્ફોર્મેશન વિભાગના પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કનો દાવો નકારી કાઢ્યો છે. મસ્કનો અભિપ્રાય અમેરિકા કે અન્ય દેશોનાં મશીન માટે લાગુ પડી શકે પણ જ ભારતમાંનાં ઈવીએમ અન્ય કોઈપણ નેટવર્કથી જોડાયેલાં નથી હોતાં, તેને લઈ તે સુરક્ષિત છે એમ ચંદ્રશેખરે જણાવ્યું છે. વાસ્તવમાં મસ્કના નિવેદનને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ઈવીએમ કોઈ પણ બાહ્ય ટેક્નિકથી કન્ટ્રોલ્ડ નથી. આને લઈ ઈન્ટરનેટ આધારિત કોઈપણ ટેક્નિકથી ઈવીએમને હૅક નહીં કરી શકાય; તેને સંચાલિત કે નિયંત્રણમાં રાખી શકાય નહીં. ઈવીએમ એક સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર છે, જે કોઈ પણ નેટવર્ક કે મીડિયાથી અલગ છે. કોઈનાથી પણ કનેક્ટ નથી, બ્લૂ ટૂથ, વાઈફાઈ, ઈન્ટરનેટથી જોડાયેલાં નથી એટલે હૅક કે નિયંત્રણનો કોઈ રસ્તો જ નથી. ઈવીએમ ફેક્ટરી પ્રોગ્રામ્ડ કન્ટ્રોલર છે, જેમાં ફરીથી પ્રોગ્રામ બદલી કરી શકાય નહીં તેથી તે સુરક્ષિત છે.

વાસ્તવમાં પશ્ચિમના દેશોએ ક્યારે પણ ભારતની ટેક્નૉલૉજીની સફળતા સ્વીકારી નથી. ઈવીએમ  ભારતમાં જનરેટેડ છે, આ ફૂલપ્રુફ ટેક્નિક છે, આની ગુણવત્તાને લઈ પશ્ચિમના દેશો માટે તેને સ્વીકારવું મુશ્કેલ હોય છે. અમેરિકાના અધ્યક્ષની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે, ત્યાં ઈન્ટરનેટ આધારિત ઈવીએમને લઈ ચર્ચા ચાલુ છે. મસ્કે ત્યાં મતદાન પત્રિકાથી ચૂંટણી કરવાનો અનુરોધ કર્યો છે. દુ:ખ છે કે જ્યારે કોઈ પશ્ચિમી દેશો દ્વારા ભારતીય જ્ઞાન કે સિદ્ધિઓ વિરુદ્ધ કાગારોળ મચાવવામાં આવે છે તો આપણા દેશના વિપક્ષી નેતા વિના કોઈ પરીક્ષણ, તેઓની મુરાદને સમજ્યા વિના તેના સૂરમાં સૂર પરોવે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે આધ્યાત્મિક રૂપથી સાચી વાતો કરવી જોઈએ. ઈવીએમ પર વિવાદનો અંત આણવો જોઈએ. ભારતીયોને પોતાની ટેક્નિક પર વિશ્વાસ હોવો જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક