• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઉપર રંગભેદી હુમલો

-િવક્ટોરિયામાં જીમની બહાર ત્રણ હુમલાખોરે ‘ઈન્ડિયન ડોગ, પાછા જાવ’ કહીને હિંસા કરી

નવી દિલ્હી, તા. 19 ઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય સામે એક વંશીય હિંસાની શરમજનક ઘટના સામે આવી છે. વિક્ટોરિયાના કોરિયોમાં એક સ્થાનિક જીમ બહાર 22 વર્ષિય ભારતીય નર્સ હરમનપ્રીત સિંહ ઉપર ત્રણ અજ્ઞાત લોકોએ કથિત રીતે રંગભેદી હુમલો કર્યો હતો. પીડિતના કહેવા પ્રમાણે તે જીમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે ત્રણેય હુમલાખોરોએ પહેલા જીમની અંદર ટિપ્પણીઓ કરી હતી અને પછી બહાર નીકળતા પીછો કરીને હિંસક હુમલો કર્યો હતો.  સ્થાનિક મીડિયા સાથે વાત કરતા પીડિત હરમનપ્રીતે કહ્યું હતું કે, હુમલાખોરોએ તેના ચહેરા ઉપર મુક્કો માર્યો હતો. જેનાથી લોહી વહેવા લાગ્યું હતું. વીડિયો ફૂટેજમાં હુમલાખોરો રંગભેદી ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ત્રણેય હુમલાખોરો હરમનપ્રીતને ઈન્ડિયન ડોગ, જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો ચાલ્યો જા, જેવા શબ્દો કહ્યા હતા. બાદમાં હુમલાખોરો એક કારમાં સવાર થઈને નાસી છુટÎા હતા જ્યારે હરમનપ્રીત ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હતો અને હોસ્પિટલે સર્જરી સુધી વાત પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈ 2025મા એડિલેડમાં એક ભારતી છાત્ર અમનપ્રીત સિંહ ઉપર વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિપોટર્સ અનુસાર પાંચ લોકોએ કોઈપણ ઉશ્કેરણી વિના અમનપ્રીત ઉપર હુમલો કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક