-ગોપનીય વ્યાપારિક માહિતી એપસ્ટીનને આપવા બદલ એક્શન
નવી દિલ્હી,
તા. 19 ઃ એપસ્ટીન ફાઇલ્સ મામલે અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં
આવી છે. જેમાં બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂની પોલીસ
દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ગુરુવારે થેમ્સ વેલી પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના
સેંડ્રિઘમ એસ્ટેટમાં વૂડ ફાર્મથી એન્ડ્રૂની ધરપકડ કરી હતી. ધરપકડ માટે છ નંબર વિનાની
પોલીસ કાર અને લગભગ આઠ સાદા કપડામાં પોલીસ અધિકારી પહોંચ્યા હતા.
ગયા મહિને અમેરિકી
ન્યાય વિભાગ તરફથી 30 લાખથી વધારે પેજના
દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજમાં એવા ઇમેઇલ પણ સામેલ છે જેમાં આરોપ
મૂકવામાં આવ્યો હતો કે એન્ડ્રુએ 2010માં જેફ્રી એપસ્ટીન સાથે ગોપનીય વ્યાપારિક જાણકારી શેર કરી હતી.
આ ઉપરાંત પૂર્વ પ્રિન્સ એન્ડ્રુએ સિંગાપુર, હોંગકોંગ અને વિયેતનામ પ્રવાસ સંબંધિત રિપોર્ટ સાથે અફઘાનિસ્તાનમાં
રોકાણના સંભવિત અવસર અંગે સંવેદનશીલ જાણકારી શેર કરી હતી. આ સમયે એન્ડ્રૂ સરકારી વ્યાપાર
પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.