• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ઉષાબેન જવાહરભાઈ ગાંધીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા મૈત્રીબેન ઉદાણીના સહયોગથી ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 618મું ચક્ષુદાન થયેલું છે.

 

પોરબંદર: રમણીકલાલ રામજી રૈયારેલા (ઉ.88) તે પ્રકાશભાઈના પિતા અને ભાર્ગવના દાદાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ને ગુરૂવારે 4-15 થી 4-45, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

મોરબી : મનહરલાલ ઝવેરચંદ મહેતા (ઉ.80) તે જયેશભાઈ, હીનાબેન તથા પુનિતાબેનના પિતા તેમજ હેતલબેન, ભરતકુમાર, સમીરકુમારના સસરા તથા પૂજનના દાદાજીનું તા.19ના રવિવારે અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કોટડાસાંગાણી: લાભુબેન બેચરદાસજી ટીલાવત (ઉ.78) તે સ્વ.અમરદાસજી બેચરદાસજી ટીલાવતના મોટા બહેન તેમજ રાઘવદાસ અલ્પેશદાસના ફૈબાનું તા.20ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.24ને શુક્રવારે 3 થી 6, તેમના નિવાસ સ્થાન, “રામ રક્ષા’’, જેલ શેરી, કોટડાસાંગાણી ખાતે છે.

ભાણવડ:  ચંદ્રકાંતભાઈ (ઉ.81) તે સ્વ.દુર્લભજી ભુરાભાઈ મહેતાના પુત્ર, તે સ્વ.બિપીનચંદ્રના ભાઈ, સ્વ.કુંદનબેનના દિયર, તે ઉપેન, પ્રિતલબેન, વૈશાલીબેનના કાકા, સોનલબેન, પ્રકાશકુમાર, ચિંતનકુમારના કાકાજી, ભવ્ય, હસ્તી, પરમ, જીલ અને ઝલકના દાદાકાકાનું તા.20ને સોમવારે અવસાન થયું છે. ઉઠમણું તા.22ને બુધવારે સવારે 10 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, હર્ષદ શેરી, ભાણવડ મુકામે છે.

રાજકોટ: પંકજભાઈ વસાણી (ઉ.59) (રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી) તે સ્વ.કનૈયાલાલ નારણદાસના પુત્ર, દેવેન્દ્રભાઈ, ઉર્વશીબેન પ્રકાશકુમાર પાઉ તથા અરૂણાબેન વિનોદરાય વણઝારા (મુંબઈ)ના ભાઈ તથા માનસી સ્મીતકુમાર કારીયા, હિરલ પંકજભાઈ વસાણીના પિતા તથા ગોપાલ દેવેન્દ્રભાઈના મોટા બાપુજી તથા સ્વ.ભાઈલાલભાઈ ભગવાનજીભાઈ પોપટ (ધારી)ના જમાઈ, અતુલભાઈ ભાઈલાલભાઈના બનેવીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ને ગુરૂવારે સાંજે 4 થી 5-30, રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે છે. સસુર પક્ષની સાદડી પણ સાથે છે. તા.25ને શનિવારે સાંજે 4 થી 5, ગાયત્રી મંદિર, જસદણ ખાતે પ્રાર્થનાસભા છે.

પોરબંદર: અમદાવાદ નિવાસી રાજેશભાઈ ધોળકિયા (ઉં.68)(સાગર જ્વેલર્સવાળા) તે સ્વ.મહેન્દ્રભાઈ હિંમતલાલ ધોળકિયાના પુત્ર, સ્વ.અમુલખભાઈ પટણીના જમાઈ તથા રમેશભાઈ, કનુભાઈના ભત્રીજા તથા સ્વ.દિલીપભાઈ, કિરીટભાઈ, રશ્મીનભાઈના મોટાભાઈ તથા જ્વલંત અને મોનાલી (અમેરિકા)ના પિતાનું તા.20ના અવસાન થયું છે.

રાજકોટ: મનોજકુમાર (ઉં.54) તે બ્રહ્મક્ષત્રિય સ્વ.મનસુખલાલ નાથાલાલ મણિયારના પુત્ર, શૈલેષભાઈના મોટાભાઈ, કુલદીપભાઈ તથા કેયુરભાઈના પિતાનું તા.18ને શનિવારના અવસાન થયું છે.

રાજકોટ: પુષ્પાબેન ઈન્દુલાલ પુજારા (ઉં.89) તે રાજેન્દ્રભાઈ તેમજ જસ્મીનબેન રાજેશકુમાર બરછાનાં માતા તેમજ તન્વી અર્જુનકુમાર સંઘાણી, પલક અંકીતકુમાર ગોટેચાનાં દાદી, તેમજ ડો.બ્રીન્દા હેનિલકુમાર માથુકિયા, રાહુલ રાજેશકુમાર બરછાના નાની તેમજ ગુણવંતરાય ગણાત્રા, કિશોરભાઈ ગણાત્રા, દિનેશભાઈ ગણાત્રા, અરવિંદભાઈ ગણાત્રા, સ્વ.જશુબેન સંઘાણી, જયશ્રીબેન ખાખરિયા, નિલમબેન જસાણીનાં બહેનનું તા.19ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.20ને સોમવારે સાંજે 5 કલાકે સર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટિવ સ્કૂલની સામે, મિલાપનગર મેઇન રોડ, પંચાયતનગર ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: પુષ્પાબેન (ઉં.85) તે ગૌ.નંદલાલ વિઠ્ઠલદાસ ભીમજીયાણીનાં પત્ની, રાકેશભાઈ, જીજ્ઞાસાબેન, અલ્પેશભાઈ, હેતલબેનનાં માતા, મોટી પાનેલી મોહનલાલ પિતાંબરનાં દીકરી, કાંતિભાઈ, શાંતિભાઈ, જીતુભાઈનાં બહેન, વિનોદભાઈ પ્રવીણભાઈ કાનાબારનાં સાસુનું તા.19ના રવિવારે અવસાન થયું છે.

અમરેલી: કંચનબેન (ઉં.85) તે દિનકરરાય ભાઈશંકર ભટ્ટનાં પત્ની, કેતનભાઈ, હીનાબેન, દીપલબેનનાં માતાનું તા.20ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.23ના ગુરુવારે સાંજે 4થી 6, પ્રમુખ સ્વામી નગર, પાંડવ ચોક પાસે, લાઠી રોડ, અમરેલી ખાતે છે.

જૂનાગઢ: વીરેન્દ્રકુમાર રામશંકરભાઈ ખીરા (ઉં.66) તે સ્વ.બળવંતરાય, ભાસ્કરરાય, જનકરાય, પદ્માબેન અને પ્રવીણાબેનના ભાઈ તેમજ નીરવ અને શિવાંગીના પિતા તથા ભાવિનકુમાર મહેતાના સસરા તથા સ્વ.બચુભાઈ વલ્લભભાઈ સાતા રાજકોટવાળાના જમાઈ અને સ્વ.પ્રફુલ્લભાઈ બચુભાઈ સાતાના બનેવીનું તા.19ના રવિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના ગુરુવારે સાંજે 4થી 6, બિલનાથ મહાદેવ મંદિર, અક્ષર મંદિરની સામે, વંથલી રોડ, જૂનાગઢ મુકામે છે.

ઓખા: શ્રીરામભાઈ રમણીકલાલ ભાયાણી (ઉં.68) તે ગોપાલભાઈ ભાયાણીના મોટાભાઈ, હાર્દિકભાઈ તથા દિવ્યા હિરેનભાઈ ઝાંખરિયાના પિતા તેમજ ક્રિષ્નાના દાદાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ને બુધવારે 4-30થી 5, દાવડા હોલ, ઉષેશ્વર મહાદેવ મંદિર, ઓખા છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025