• રવિવાર, 14 જૂન, 2026

avshan nodh

રાજકોટ: મુળી નિવાસી હાલ રાજકોટ પરમાર ગોવુભા માધવસિંહજીના પત્ની પ્રવિણાબા (ઉ.78) તે અજીતસિંહ, અનિરૂદ્ધસિંહના માતા તથા યશપાલસિંહના દાદીનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.1પ ના સાંજે 4 થી 6 પ/લક્ષ્મીવાડી, માંડવરાયજી કૃપા, રાજકોટ છે.

રાજકોટ: સોની પ્રભુલાલ કેશવજી જડીયાના પત્ની પ્રભાવતિબેન (ઉં.9ર) (જામનગર હાલ રાજકોટ) તે રમેશભાઈ, પ્રકાશભાઈ, વિજયભાઈના માતાનું તા.1ર ના અવસાન થયું છે. બેસણુ તા.14 ને સોમવારે સાંજે પ થી 6 કલાકે ‘પારેખવાડી’ ખત્રીવાડ રાજકોટ છે.

પોરબંદર: શબ્બીરભાઈ મુ. દાઉદભાઈ (ઉં.75) તે સ્વ.દાઉદભાઈ આદમજીના પુત્ર, ફખરુદીનભાઈ, જુમાનાબેન, રસીદાબેન, મુનિરાબેન અને ફાતેમાબેનના ભાઈ, અલીફિયાબેન અને હમઝાભાઈના પિતાનું તા.1ર ના અવસાન થયુ છે. જીયારતના સિપારા તા.14 ના રવિવારે જોહર અસરની નમાજ પહેલા બપોરે 1ર:30 કલાકે બુરહાની મસ્જિદ ખાતે છે.

જૂનાગઢ: હર્ષદભાઈ ત્રિવેદી (ઉ.84) તે હેમર્ષી, કૌશલ, કૈલાશ, દીપમાલા, હાર્દિકાના પિતા, પિયુષભાઈ દવે (જૂનાગઢ), ઋતવભાઈ પાઠક (ગાંધીધામ) ના સસરાનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.1પ ના સાંજે પ થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, જવાહર રોડ, જૂનાગઢ છે.

પડધરી: પ્રવિણાબેન કિશોરભાઈ કક્કડ (ઉં.74) તે મોરબી નિવાસી સ્વ.મગનલાલ ભાણજીભાઈ કક્કડના પુત્રવધૂ, સ્વ.કિશોરભાઈ મગનલાલ કક્કડના પત્ની, સ્વ.જયંતીભાઈ, શૈલેષભાઈના ભાભી, કલ્પેશભાઈ, હિરેનભાઈ, શિલ્પાબેન બારા, દિપ્તીબેન પોપટ, નેહાબેન ખંધેડિયાના માતા, ધ્રાંગધ્રા નિવાસી નંદલાલ ગિરધરલાલ પૂજારાના પુત્રી, મોરબી નિવાસી દક્ષાબેન જયંતીલાલ કક્કડના બેનનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.1પ નાં સાંજે પ થી 6 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી છે.

આદિત્યાણા: મુળ મજીવાણા હાલ પોરબંદર મૃદુલાબેન ત્રિભોવન થાનકી (ઉ.90) તે ભરતભાઈ, વિનોદભાઈ (પૂર્વ પ્રીન્સીપાલ એમ.ડી.સાયન્સ કોલેજ), સ્વ.કુસુમબેન હર્ષદભાઈ જોષી, માલતીબેન રાજેશભાઈ જોષીના માતાનું તા.1ર ના અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.18 નાં બપોરના 4 થી પ દરમિયાન તેમના નિવાસ સ્થાન, નરસંગ ટેકરી, જીવનનગર ખાતે છે.

રાજકોટ: મૂળ ભીયાળ હાલ રાજકોટ કુમુદદાસ વસંતદાસ નિમાવત (ઉં.75) તે ભાનુબેનના પતિ, સ્વ.અમરદીપભાઈ તથા હિતેશભાઈના પિતા, સ્મિત, દિયાના દાદાનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.1પ ના બપોરે 4 થી 6 ભગવતી હોલ, રામેશ્વર પાર્ક-1, ગાયત્રી ડેરીની બાજુમાં, રેલનગર, રાજકોટ છે.

બોટાદ: બોટાદના જાણીતા પથરી સ્પેશિયાલિસ્ટ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ડો. જીજ્ઞેશ મનહરભાઇ હડિયલના માતા, હીરાબેન મનહરભાઇ હડિયલનું તા.12ના અવસાન થયું છે. તેમના નિધનથી હડિયલ પરિવાર સહિત સગા-સંબંધીઓ સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના અવસાનના સમાચારથી બોટાદ શહેરમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. વિવિધ સામાજિક, તબીબી વ્યાવસાયિક ક્ષેત્રના આગેવાનોએ હડિયલ પરિવારને સંવેદના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમરેલી: હુંસામુદિનભાઇ મુલ્લાં ઇસુફભાઇ ત્રવાડી (ઉ.87) તે અલીહુસેનભાઇ અજીજભાઇ મહમદીભાઇના બાવાજીનું તા.13નાં વફાત થયું છે. જિયારતના સિપારા તા.15ને સોમવારે સવારે 11 કલાકે ઇશા મસઝિદ અમરેલી છે.

રાજકોટ: લુણસર નિવાસી હાલ, રાજકોટ વાણંદ જશવંતીબેન કલોલા (ઉં.73) તે નારણભાઇ ચતુરભાઇ કલોલાના પત્ની, સંજયભાઇ (એસ.કે. હેર આર્ટ)ના માતા, વિણાબેન નિતીનકુમાર માંડવિયા, મીનાબેન મનસુખલાલ રાઠોડ, મનિષાબેન જયેશકુમાર બજાણીયાના સાસુનું તા.13ના અવસાન થયું છે. બેસણું: તા.15નાં સાંજે 4થી 6 ઓમ ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ શેરી નં.1 (અ) શાક માર્કેટની બાજુમાં, રાજકોટ બન્ને પક્ષનું બેસણું સાથે છે.

રાજકોટ: વિનુભાઈ શાંતિભાઈ સોમમાણેક (ઉ.75) તે શારદાબેનના પતિ, કેતનભાઈ, જયશ્રીબેનના પિતા, હર્ષદભાઈ ત્રિકમજીભાઈ આડતિયાના સસરા, લાભુભાઈ કાળીદાસભાઈ સેજપાલ ટંકારાવાળાના જમાઈનું તા.13 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1પ ના સાંજે પ થી 6 મનહર પ્લોટ શેરી નં.10, માઈ મંદિર સામે રાજકોટ છે.

જામનગર: સ્વ.દમયંતીબેન ભોગીલાલ વસાના પુત્રી પ્રમોદી તે અશ્વિનભાઈ, મનોજભાઈ, કુમુદબેન, દર્શના જીતેશભાઈ શાહના બહેન, ડિમ્પલ જય ટીલવાના ફઈનું તા.13 ના અવસાન થયુ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: રાજકોટના જ્યુબેલી બાગ સ્થિત શનિદેવ સાત હનુમાન મંદિરના ઉપપ્રમુખ સ્વ.દેવરાજભાઈ પરસોત્તમભાઈ શેખલીયા (ઉ.79) તે જીતુભાઈ, ભૂપેન્દ્રભાઈના પિતા, પ્રિન્સના દાદાનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.1પ નાં રાત્રે 8 થી 10 હરિદ્વાર હાઈટ્સ, ગાંધી સ્કૂલ સામે, નાના મવા રોડ, રાજકોટ ખાતે છે.

દ્વારકા: વ્યાસ મનસુખલાલ અમૃતલાલના પત્ની અરૂણાબેન (અનુબેન) (ઉં.70) તે મિલાપભાઈ, અવિનાશભાઈ, કાજલબેન મુકેશભાઈ પંડયા (મોરબી), ચેતનાબેન શૈલેષભાઈ જોષી (જામજોધપુર)ના માતાનું તા.13 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1પ ના પ થી 6 બિરલા પ્લોટ, રેલ્વે સ્ટેશન રોડ, શ્રીજી પ્રોવિઝન સ્ટોરની બાજુમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક