• મંગળવાર, 16 જૂન, 2026

avshan nodh

રાજકોટ: મચ્છુ કઠિયા સઇ સુથાર (દરજી) જ્ઞાતિના મુળ કોટડા સાંગાણી વાળા જીવણભાઇ પોપટભાઇ ધામેચા (ઉ.94) તે હિતેષભાઇ (સુરત), કિરીટભાઇ, ઉમેશભાઇ (જે.પી.) (પૂર્વ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો, મહામંત્રી), પ્રજ્ઞાબેન એમ. ખેરડીયા, નૈનાબેનના પિતા, સ્વ. ડો. મનસુખભાઇ એમ. ખરેડીયાના સસરા, ક્રિષ્નાબેન બીબીનકુમાર, નેમિષભાઇ, ડો. જયસન, એડવોકેટ હિમાલય, પ્રિયંકાબેન સંજયકુમાર, ડો. ઋષિક દાદાનું તા.14ના અવસાન થયું છે. બેસણુ: તા.15ના સવારે 9 થી 11 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: મુળ ગામ ઢાંક, હાલ રાજકોટ અમૃતલાલ ઓધવજી મારડીયાનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.15ના 4 થી 6 એસ.આર.પી. કેમ્પ સામેના નિવાસસ્થાને છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા સોલંકી પંકજભાઇ નારણભાઇ (ઉ.57) નું તા.13ના અવસાન થયું છે.

મોરબી: ડાયાભાઈ રાઘવજીભાઈ માકાસણા (ઉં.77) તે શામજીભાઈ, હસમુખભાઈ, મુકેશભાઈના મોટાભાઈ, નિલેશભાઈના પિતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના સવારે 8થી 10, દ્વારકાધીશ હોલ, કસ્તુરી ગ્રીન પાસે, એસ.પી.રોડ, મોરબી છે.

પોરબંદર: રાણાવાવના પ્રતીકભાઈ પ્રફુલ્લભાઈ દાસાણી (જલારામ પ્રોવિઝન સ્ટોર, પ્રસાદ સ્વીટ્સ) (ઉં.31) તે સ્વ.પ્રફુલ્લભાઈ શાંતિલાલના પુત્ર, વિશાલભાઈ, રિદ્ધિબેન પ્રતીકભાઈ રૂપારેલ (કેનેડા)ના નાનાભાઈ, નટવરલાલ શાંતિલાલના ભત્રીજા, સ્વ.વ્રજકિશોરભાઈ દાવડા (ચુરવાડા)ના જમાઈ, ડાયાલાલ કેશવજી મદલાણીના ભાણેજનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ના સાંજે 5થી 5-30, રાણાવાવની લોહાણા મહાજન વાડી ખાતે ભાઈઓ, બહેનોની સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી પણ સાથે છે.

જૂનાગઢ: જયાબેન ભાણજીભાઈ પોપટ તે રમેશભાઈ, સ્વ.રાજુભાઈ, સ્વ.પ્રફુલ્લભાઈ, નીતાબેન, જયશ્રીબેન સત્યદેવનાં માતા, દીપકકુમાર સત્યદેવનાં સાસુ, ભરતભાઈના કાકી, જીતુભાઈનાં ભાભુ, સ્વ.જગજીવનભાઈ કારીયાનાં પુત્રી, સ્વ.કૃષ્ણભાઈ, સ્વ.રસિકભાઈ, ગોપાલભાઈનાં બહેનનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું-સાદડી તા.15ના સાંજે 5થી 6, જાગનાથ મહાદેવ મંદિરે, જૂનાગઢ છે.

વાંકાનેર: વીશાશ્રીમાળી જૈન નયનાબેન (નલિનીબેન) (ઉં.75) તે ગિરિશભાઈ જમનાદાસ શેઠનાં પત્ની, હાર્દિકભાઈ, રિક્ષિતભાઈનાં માતા, અભય, શૈલીનાં દાદીમા, વૈશાલીબેનનાં સાસનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ના સવારે 11 કલાકે વીશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ભોજનશાળા, દિવાનપરા, વાંકાનેર છે.

રાજકોટ : સ્વ.ઉમેદલાલ મોહનલાલ પારેખ (ગોંડલ)ના પુત્ર પીયૂષભાઈ (ઉં.58) જામઉમરાળી નિવાસી હાલ ગોંડલ તે સ્વ.લીનાબેનના પતિ, શિવાંગીના પિતા, ચિંતન મહેશભાઈ શાહ (રાજકોટ)ના સસરા, સ્વ.રમેશચંદ્ર કેવળચંદ કોઠારીના જમાઈનું તા.14ના અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા.15ના સાંજે 4થી 6 છે. મો.નં.98249 27849, 79905 86488.

રાજકોટ: ધોરાજી નિવાસી હાલ રાજકોટ બ્રહ્મક્ષત્રિય જેન્તીલાલ ટપુભાઈ મણિયારના પૌત્ર હાર્દિકભાઈ તે મનીષભાઈના પુત્ર, નયનભાઈના નાનાભાઈ, રમેશભાઈ (ભોલાભાઈ) (જેતપુર)ના ભત્રીજા, ખુશાલભાઈ, કેતનભાઈ, મયુરભાઈના ભાઈ, જેઠાલાલ ચકુભાઈ મર્થક (જેતપુર)ના ભાણેજનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ના સાંજે 5થી 6-30, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, વિભાગ-3, રાજકોટ-3 છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક