ભાયાવદર:
ભાયાવદરવાળા હાલ અમદાવાદ સોની જગજીવનદાસ કાલીદાસ લાઠીગરાના પુત્ર પ્રદિપભાઈ (ઉ.63)
તે પિયુષભાઈ, હાર્દિકભાઈના પિતા, ધ્વનિ, ધવન, રૂદ્રાક્ષના દાદા, સોની જેરામભાઈ દામજીભાઈ
માડલીયા (ધોરાજી)ના જમાઈનું તા.1ર/6 ના અમદાવાદમાં અવસાન થયુ છે. બેસણુ તા.13 નાં સવારે
9 થી 11 ડી-પ08, આર્યમાન રેસીડેન્સી, કલશ-ર સામે, શાશ્વત ઈન્ટરનેશનલ સ્કૂલની પાસે,
ન્યુ નારોલ, અમદાવાદ છે.
પોરબંદર:
અમીનાબેન મોહસીનભાઈ મનસુરી (ઉ.83) તે સ્વ.શબ્બીરભાઈ ત્રવાડી (િકશાન) ના બહેન, હુસેનભાઈ,
તસ્નીમબેન, મારીયાબેનના ફઈબા, કુત્બુદીનભાઈ, અબ્બાસભાઈના માસીનું તા.11 ના અવસાન થયુ
છે. જીયારતના સીપારા તા.13 ને શનિવારે બુરહાની મસ્જીદ ખાતે જોહર અસરની નમાઝ બાદ છે.
અમરેલી:
ઔ.ગ.બ્રાહ્મણ અમૃતલાલ લાભશંકર દવેના પત્ની જશુમતીબેન (ઉ.81) તે કેતનાબેન, હિરેનભાઈ,
મહેશભાઈના માતાનું તા.11 ના અવસાન થયુ છે. બેસણુ તા.13 ના બપોરે 4.30 થી 6.30 નાગનાથ
મંદિર સભાગૃહ, અમરેલી ખાતે છે.
રાજકોટ:
જગદીશભાઈ ગીરધરલાલ કોઠારી (ઉં.61) (નવાગામ નિવાસી હાલ રાજકોટ) તે અલ્કાબેનના પતિ, કલ્પેશ,
પાયલના પિતા, કિંજલના સસરા, સ્વ.કુંદનબેન, રંજનબેન, સ્વ.જયેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ, આશિષભાઈ
તથા સ્વ.જયશ્રીબેનના ભાઈનું તા.1ર ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13 નાં સવારે 10 વાગે
તેમજ પ્રાર્થનાસભા સવારે 10:30 થી 11:30 શેઠ ઉપાશ્રય, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ રાખેલ
છે. મો.નં.9726571648, 9898374961, 9227950181.
રાજકોટ:
મુળ પડધરી હાલ રાજકોટ મીનાબેન કિશોરભાઈ નિમ્બાર્ક તે સુમિતભાઈ, અમિતભાઈના માતા તથા
ભાવેશભાઈના ભાભુ, જીજ્ઞેશભાઈના કાકી, કેવલભાઈ, પવનભાઈના દાદીનું તા.1ર ના અવસાન થયુ
છે. બેસણુ તા.1પ સોમવારે 4 થી 6 શ્રીનાથજી પાર્ક-6, રેલનગર, સન સ્ટાર પ્રાઈડ, કર્ણાવતી
સ્કૂલ પાસે, રાજકોટ છે.
જામનગર:
દશા સોરઠિયા વણિક શશાંક નરસિંહપ્રસાદ ધ્રુવ (ઉ.76) (યુકો બેંક) તે સ્વ.ડો.નરસિંહપ્રસાદ
ધ્રુવના પુત્ર, રંજનબેનના પતિ, સ્વ.વ્રજલાલ સાંગાણીના જમાઈ, સ્વ.ડો.ચંદ્રવદન ધ્રુવ
(આંખના સર્જન) ના નાનાભાઈ, હિમા ગૌરવ મહેરા, રિદ્ધિ અંબરીષ ત્રિવેદીના પિતા, ડો.અમી
તપન મણિઆરના કાકાનું તા.11 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.13 ના સાંજે પ થી પ:30
પાબારી હોલ, તળાવની પાળ,
જામનગર
છે.
રાજકોટ:
મૂળ લીંબડી હાલ રાજકોટ સત્તર તાલુકા ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.તુલજાશંકર
માયાશંકર દવેના પત્ની ચંદ્રિકાબેન (ઉ.77) તે પ્રકાશભાઈ, કામિનીબેન ચેતનકુમાર ઠાકર,
સ્વ.િદપ્તીબેન રમેશચંદ્ર રાવલના માતા, બીનાબેનના સાસુનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ
તા.1પ નાં સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઈન રોડ, સાધુવાસવાણી
રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી,
રાજકોટ
છે.
રાજકોટ:
સતિષભાઈ આસુદાણી (એસબીઆઈ) ના પત્ની મોહિનીબેન તે જયપ્રકાશભાઈ (એસબીઆઈ) ના ભાભી, સોનુ,
હિતેશના કાકી, મોન્ટી ક્રિપલાણીના સાસુ, મોહિત અને આકાશના દાદીનું તા.11 મીએ અવસાન
થયુ છે. બેસણુ પગડીયુ તા.14 ને રવિવારે સવારે 10 થી 11, 8-ગાયકવાડી, નંદકિશોર હોલ ખાતે
છે.