• રવિવાર, 06 જુલાઈ, 2025

ગાઝામાં ફરી મોટા હવાઇ હુમલા : 82નાં મૃત્યુ

તેલ અવીવ, તા. 3 : ગાઝામાં ફરી એકવાર ઘાતક હવાઈ હુમલામાં કમ સે કમ 82 જણ માર્યા ગયા હતા. જોકે,આ ઘટનાક્રમને લઈને ઈઝરાયેલી સેનાએ મૈન સેવ્યું છે.

ગઈરાત દરમ્યાન ગાઝામાં અનેક હવાઈ હુમલા થયા હતા. એક હુમલામાં ટ્રકોમાં આવી રહેલી સહાયની રાહ જોઈ રહેલા લોકોને નિશાન બનાવાયા હતા અને કમ સે કમ 38 જણનાં મોત થયાં હતાં. તો હ્યુમનનેટેરિયન ફાઉન્ડેશનનાં સ્થળો પર પણ હુમલા થયા હતા, જેમાં પાંચ જણ માર્યા ગયા હતા.

નાગરિક સુરક્ષા અધિકારી મોહમ્મદ અલ મુગય્યરે જણાવ્યું હતું કે, પશ્ચિમ ગાઝાના અલરિમાલ વિસ્તારમાં સ્થિત મુસ્તફા હાફિઝ સ્કૂલ પર ઈઝરાયેલી હુમલામાં બાર જણ માર્યા ગયા છે. જેમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ છે. રવિવારે પણ ઈઝરાયેલે ગાઝામાં હુમલો કર્યો હતો, જેમાં 21 જણ માર્યા ગયા હતા. જોકે, ઇઝરાયેલી સેનાએ આ હવાઇહુમલા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢ : બિલ્ડરના ઘરમાં ઘૂસી 7 લાખ રોકડા 3.50 કરોડના ચેક પડાવી લીધા પૈસાની લેતી-દેતી કારણભૂત : મારકૂટ કરનાર 4 સામે ફરિયાદ July 05, Sat, 2025