નિરજ ચોપરાની પ્રતિષ્ઠા દાવ પર
બેંગ્લુરુ,
તા.4: દેશની પહેલી આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધા નિરજ ચોપરા કલાસીક-202પ શનિવાર
તા. પ જુલાઇના અહીંના શ્રી કાંતીરવા સ્ટેડિયમ પર રમાશે. આ સ્પર્ધામાં ખુદ નિરજ ચોપરા
સહિતના વિશ્વના ટોચના ભાલા ફેંક ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધાનો પ્રારંભ શનિવારે
સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. 12 ખેલાડીની આ ઇન્ટરનેશનલ જ્વેલિયન થ્રો મીટમાં ભારત
માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર નિરજ ચોપરની પ્રતિષ્ઠા દાવ પર હશે.
આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ જિયો-હોટસ્ટાર પર થશે. નિરજ ચોપરા કલાસીક ઇન્ટરનેશનલ જ્વેલિયન
થ્રો મીટમાં જર્મનીનો 2016નો ઓલિમ્પિક ચેમ્પિયન એથ્લેટ થોમસ રોહલર, કેન્યાનો પૂર્વ
વિશ્વ વિજેતા યેગો, યૂએસએનો કર્ટિસ થોમ્પસન, ઝેક ગણરાજયનો માર્ટિન કોનેકની, બ્રાઝિલનો
ખેલાડી લુઇજ મોરિસિયો દા સિલ્વા, શ્રીલંકાનો રૂમેશ પથિરેજ, પોલેન્ડનો સાઇપ્રિયન મિર્જિગ્લેડ
ભાગ લઇ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ તરીકે આ સ્પર્ધામાં નિરજ ચોપરા, સચિન યાદવ, સાહિલ
સિલવાલ અને યશવીર સિંહ હિસ્સો બનશે.