લંડન, તા.4: સેન્ટર કોર્ટ પર ડેન ઇવાંસ વિરૂધ્ધની 6-3, 6-2 અને 6-0ની શાનદાર જીત સાથે નોવાક જોકોવિચ 19મી વખત વિમ્બલ્ડન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ સાથે જ જોકોવિચે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોકોવિચે વિમ્બલ્ડનમાં 99મો મેચ જીત્યો છે. રોઝર ફેડરર 18 વખત વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. ઓપન યુગમાં વિમ્બલ્ડનમાં આ સૌથી વધુ જીતનો રેકોર્ડ છે. ત્રીજા રાઉન્ડમાં જોકોવિચની ટક્કર હમવતન ખેલાડી મિઓમિર કેકમનોવિક વિરુદ્ધ થશે. જોકોવિચનું લક્ષ્ય 2પમો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવા પર છે.
નંબર
વન ઇટાલીના ખેલાડી યાનિક સિનરે પણ ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે. તેણે આજે ઓસ્ટ્રેલિયન
ખેલાડી એલેકઝાંડર વૂવીકને 6-1, 6-1 અને 6-3થી હાર આપી હતી.
મહિલા
સિંગલ્સમાં આજે જાપાની ખેલાડી નાઓમી ઓસાકાની સફર સમાપ્ત થઇ હતી. તે ત્રીજા રાઉન્ડમાં
રશિયાની અનાસ્તાસિયા ફૂલ્સકોવા સામે 3-6, 6-4 અને 6-4થી હારીને બહાર થઇ હતી.
રૂસી
તરુણી અને સાતમા નંબરની ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. તેણીએ
ઇટાલીની લૂસિયા બ્રોંજેટીને 6-1 અને 7-6થી હાર આપી હતી. જયારે 10મા ક્રમની એમા નવારોનો
વેરોનિકા સામે 6-1 અને 6-2થી સરળ વિજય થયો હતો. 2022ની ચેમ્પિયન એલેના રિબાકિનાએ મારિયા
સકારીને 6-3 અને 6-1થી હાર આપી હતી.